ડીસાના ખરડોસણ ગામે મોબાઈલ બાબતે સર્જાઈ મારામારી : ડીસા તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-25 13:18:36
  • Views : 5514
  • Modified Date : 2021-09-25 13:18:36

     ડીસા તાલુકાના ખરડોસણ ગામે ન જેવી બાબતે મારમારી સર્જાઈ હતી.બનાસકાંઠા જિલ્લામાં ન જેવી બાબતે મારામારી ના બનાવો માં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા તાલુકાના ખરડોશણ  ગામે ભાવનાબેન મુગટજી ઠાકોર ભાગે વાવેલ ખેતરે હાજર હતા.તે વખતે ભાવનાબને ઠાકોર ના ઘરે   ખરડોસણ ગામના  ભાવનાબેન ઠાકોર ના કાકા સસરા નો દીકરો ભરતજી ભાવનાબેન ના ખેતરે છાપરે આવેલ હતો અને ભાવનાબેન ઠાકોર નો ભત્રીજો વિજય પણ આવેલ હતો. અને  વિજયનો ફોન ભાવનાબને ઠાકોરના  છાપરે પડેલ હતો તે ફોન લઈને આ ભરતજી જતો રહેલો. જેથી બપોરના સમયે ભાવનાબેન  તથા તેમના ઘરવાળા મુગટજી કુવરજી તથા ભાવનાબેન ની દીકરી પૂજાબેન ત્રણેય જણાઓ ફોન લેવા માટે ખરડોસણ ગામે ભરતજીના ઘરે ગયેલા અને ભાવનાબને ના પતિએ ભરતજીને કહેલ કે તું મારા છાપરીથી ફોન લાવેલ છે તે વિજયનો છે તે ફોન પાછો આપી દે તેમ કહેતા આ ભરતજી ઘેમરજી ઠાકોર તેના હાથમાં ધોકો લઈને આવી ભાવનાબને તથા તેમના પતિને જેમતેમ મા બેન સામે અપ્સબ્દો  બોલવા લાગ્યા જેથી ભાવનાબનેએ અપ્સબ્દો બોલવાની ના પાડતા આ ભરત એકદમ ઉશ્કેરાઈ ગયેલો અને તેનું ઉપરાણું લઇને આવેલો નરસિંહજી ઘેમરજી ઠાકોર તેના હાથમાં તલવાર લઈને આવેલો અને વિષ્ણુજી ઠાકોર તેના હાથમાં ધોકો લઈને આવેલો અને ઘેમરજી ઠાકોર પણ તેના હાથમાં તલવાર લઈને આવેલ અને ભાવનાબને અને તેમના પતિને મારવા લાગેલો. ભાવનાબને  બૂમાબૂમ કરતા નજીકમાંથી ભાવનાબને ના ભત્રીજા ની વહુ હેતલબેન ઠાકોર અને વચ્ચે છોડાવવા પડતા તેમને પણ  પેટ પર લાત મારેલી અને તે વખતે ભાવનાબને ના જમાઈ રાજુજી ઠાકોર આવી વચ્ચે પડી ભાવનાબને તેમજ તેમના પતિ મુગટજી ને વધુ માર માંથી છોડાયેલા અને આ લોકો જતા જતા કહેતા ગયા કે આજે તો રાજુજી આવી જતા તમે બચી  ગયા છો હવે લાગમાં આવસો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલી અને મારામારી તેમજ ઝપાઝપી માં ભાવનાબને પાસે 1200 રૂપિયા ક્યાંક પડી ગયેલા અને ત્યાર પછી આ બાબતે  ભાવનાબને એ તેમના જેઠ લેબુજી ઠાકોરની વાત કરતા તેઓ ફરિયાદ કરવાનું કહેતા આ સમગ્ર ઘટનાની ડીસા તાલુકા પોલીસ મથકે ભાવનાબને મુગટજી ઠાકોર એ ભરતજી ઘેમરજી ઠાકોર ,નરસિંહજી ઘેમરજી ઠાકોર, વિષ્ણુજી ઘેમરજી ઠાકોર,ઘેમરજી વણવીરજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News