સાબરમતી જેલ ફરીવાર વિવાદમાં, મોબાઇલ ફોન સાથે મળ્યું ચાર્જર અને સીમ કાર્ડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-02-19 06:46:08
  • Views : 427
  • Modified Date : 2019-02-19 06:47:00

અમદાવાદ: સુરક્ષાથી વધુ વિવાદીત ચર્ચામાં રહેતી અમદાવાદની સાબરમતી જેલ વધુ એક વખત વિવાદોના ઘેરામાં સંપડાઈ છે. સાબરમતી જેલના શાંતિનિકેતન યાર્ડની બેરક નંબર-1 માંથી ફરી એક વખત મોબાઈ, સિમ કાર્ડ અને બેટરી મળી આવતા રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. કાચા કામના કેદી મહેન્દ્રસિંહ સિસોદિયા પાસેથી ફોન મળી આવતા. રાણીપ પોલીસે હવે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

પહેલા પણ મળી આવ્યા છે મોબાઇલ
ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઇલ અને સીમકાર્ડ મળી આવ્યાં હોવાની અનેક વાર ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરી વાર જેલમાંથી મોબાઇલ ફોન અને સિમકાર્ડ મળી આવતાં જેલનાં તંત્ર સામે કેટલાંક સવાલો ઊભા થાય છે કે આખરે જેલમાં પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ અને સિમકાર્ડ કોણે ઘૂસાડ્યાં. જો કે હવે આ મામલે રાણીપ પોલીસ સ્ટેશન વધુ તપાસ હાથ ધરી રહી છે.

આપને જણાવી દઇએ કે તમામ કેસમાં તપાસ થાય છે પણ સાબરમતી જેલમાં મોબાઈલ ફોન કઈ રીતે આવે છે? તેની કોઈ જ તપાસ થતી ન હોવાનું બહાર આવ્યું છે.

જેલ તંત્રની બેદરકારી, મેળ મેળાપીપણાં કે આરોપીઓની આયોજનબદ્ધ ગુનાખોરીથી જ જેલમાં મોબાઈલ ફોન ઘૂસી શકે. આવા સંજોગોમાં રીઢા ગુનેગારો જેલમાં બેઠાં બેઠાં પણ ગુનાનું નેટવર્ક બેરોકટોક ચલાવી શકે છે તે એ તપાસનો વિષય છે.

Download Our B K News Today App



Related News