ગેરેજમાં કામ કરતા-કરતા મિકેનિકના ખિસ્સામાં થયો મોબાઇલ બ્લાસ્ટ, કારણ અકબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-17 16:50:53
  • Views : 536
  • Modified Date : 2025-03-17 16:50:53

મોબાઇલ બ્લાસ્ટથી યુવકના હાથ અને પગના ભાગે ઇજા પહોંચી છે. યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.


વડોદરાના ઉંડેરા વિસ્તારમાં મોબાઈલમાં બ્લાસ્ટ થવાની ઘટના સાેમે આવી છે. ગેરેજમાં કામ કરતા મિકેનિકના ખિસ્સામાં મોબાઇલ બ્લાસ્ટ થયો હતો. નીબૂલાલ ચૌહાણ કાર નીચે કામ કરતો હતો ત્યારે બ્લાસ્ટ થયો. મોબાઇલ બ્લાસ્ટથી યુવકના હાથ અને પગના ભાગે ઇજા પહોંચી છે. યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો છે.


બેટરી ફાટવાની સંભાવના ક્યારે વધી જાય છે


વધારે ગરમી વધી જવા પર મોબાઈલ ફોનની બેટરી ફાટવાની સંભાવના વધી જાય છે. લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કે ગરમ થવાના કારણે ફોનની બેટરી ગરમ થઈ શકે છે જેનાથી વિસ્ફોટનો ખતરો થઈ શકે છે. ફોનને જરૂર કરતા વધારે સમય સુધી ચાર્જમાં લગાવતા રહેવાથી બેટરી ઓવરચાર્જ થઈ શકે છે. તેનાથી બેટરીનું કેમિકલ કમ્પોસિશન વધી શકે છે. જેનાથી વિસ્ફોટની સંભાવના વધી જાય છે.


ફિઝિકલ ડેમેજ પણ છે ખતરનાક


બેટરી જો નીચે પડવા કે તેના પર દબાણ પડવાના કારણે ફિઝિકલ ડેમેજ થયું તો તેની અંદરના કેમિકલ રિએક્ટ કરી શકે છે અને વિસ્ફોટનું કારણ બની શકે છે. મોબાઈલ એક્સપર્ટ્સ કહે છે કે જ્યારે તમે ચાર્જિંગના સમયે ફોનનો ઉપયોગ કરો છો તો મોબાઈલ અને બેટરી બન્ને ગરમ થઈ જાય છે.


આ પણ વાંચોઃ WhatsAppથી મોબાઇલ સ્ટોરેજ ફૂલ થઇ ગયું? તો અપનાવો આ ટિપ્સ, નહીં થાય હેંગ


બન્ને એક સાથે ગરમ થવાના કારણે ગરમીમાં બ્લાસ્ટ થવાનો ડર રહે છે. માટે સલાહ આપવામાં આવે છે કે ફોન ચાર્જ પર લગાવીને તેનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. ફોન માટે કવર પણ ઘણી વખત ઘાતક સાબિત થઈ શકે છે. માટે જો તમારો ફોન ઝડપથી ગરમ થઈ રહ્યો છે તો કવર કાઢી નાખો જેથી ફોન જલ્દી ઠંડો થઈ જાય.


નકલી ચાર્જર


ફોનની સાથે મળતા ચાર્જર જ્યારે ખરાબ થઈ જાય છે તો લોકો પૈસા બચાવવાના ચક્કરમાં લોકલ ચાર્જર ખરીદી લે છે. પરંતુ આમ ન કરવું જોઈએ. ઘણી વખત નકલી ચાર્જરના કારણે ફોન બેટરીમાં જલ્દી ખરાબી આવી જાય છે અને તે ફાટી શકે છે.

Download Our B K News Today App



Related News