કુડા ચકચારી હત્યાકાંડ સારવાર લઈ રહેલ પરિવારના મોભીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-25 11:27:24
  • Views : 686
  • Modified Date : 2019-06-25 11:27:24

લાખણી તાલુકાના કુડા ગામમાં ગુરુવારની સાંજે એક જ પરિવારના ૪ લોકોના કુહાડીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. પરિવારના મોભી કરશનજી સોનાજી પટેલ (ઉંમર વર્ષ  અંદાજે ૪૫) ઝેરી દવા પીધેલ હાલતમાં તડફડીયા મારતાં ઘરના આંગણેથી મળી આવ્યા હતા. જેમને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૩ દિવસની સારવાર બાદ પણ તેમની તબિયત ન સુધરી અને સોમવારની સવારે તેમનું મોત થયું હતું.
લાખણી તાલુકાના કેશરસિંગ ગોળીયા ગામના વતની કરશનજી સોનાજી
પટેલ જેઓ થોડા વર્ષો અગાઉ કુડા ગામમાં જમીન ખરીદીને પોતાના પરિવાર સાથે રહેતા હતા. જેઓના પરિવારમાં ૨ પુત્રો ૧ પુત્રી અને પતિ-પÂત્ન સાથે મળીને કુલ ૫ લોકોનો
પરિવાર સાથે રહેતો હતો. ત્યારે ગુરુવારની સાંજે માનવતાને કલંકિત કરતી અને બર્બરતાની તમામ હદ વટાવી  લીધેલ ઘટના બની. જેમાં
પરિવારના મોભી કરશન
પટેલ સિવાયના તમામ સભ્યોની ગળાના ભાગે કુહાડીના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને પરિવારના મોભી કરશન પટેલ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ચૌધરી સમાજ અને અન્ય સમાજોમાં ભારોભાર રોષ ફેલાયો હતો. કોઈપણ ભોગે આ હત્યાકાંડના આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જેને લઈને ૩૩ કલાક સુધી લાશનો સ્વીકાર કરાયો ન હતો. આખરે પોલીસ અને આગેવાનોની સમજાવટ અને ખાતરી બાદ લાશનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.  પણ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવામાં આવી છે જે તમામ પાસાઓ તપાસી રહી છે. સાચા ગુનેગારોને જાહેર કરવામાં આવે અને કોઈ નિર્દોષ ન ફસાઈ જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ પરિવારના મોભી જે સારવાર લઈ રહ્યા હતા તેમની તબિયતમાં સુધારો થાય તો પોલીસ ઝડપથી ભેદ ઉકેલી શકે તેવી આશા દેખાતી હતી.  પરિવારના મોભી કરશન પટેલનું પણ સોમવારની સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના મોતના સમાચાર મળતાં વળી તેમના પરિવારજનો અને સમાજમાં શોક ફેલાયો હતો.  આ પરિવારના મોભીના મોતથી પોલીસને પણ આ તાપસ જટીલ બની રહેશે. આ જઘન્ય હત્યાકાંડના આરોપીઓને કોઈપણ ભોગે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ ઉઠી છે. સાથે સાથે એવી પણ માંગ છે કે આ હત્યાકાંડમાં કોઈ નિર્દોષ વ્યક્તિ ન ફસાય તેની પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવે.

Download Our B K News Today App



Related News