પાલનપુરમાં દસ મોબાઇલ સાથે શખ્સ ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-22 11:10:52
  • Views : 668
  • Modified Date : 2019-06-22 11:10:52

પાલનપુર ડોકટર હાઉસ વિસ્તારમાંથી પશ્વિમ પોલીસની ટીમે શુક્રવારે એક શંકાસ્પદ વ્યકિતની તલાસી લેતાં તેની
પાસેથી રૂપિયા ૭૯૦૦૦ના દસ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાલનપુર પશ્વિમ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શહેરના ડોકટર હાઉસ વિસ્તારમાંથી મુળ રાજસ્થાનના રાજપુર ગામનો વિક્રમભાઇ કાનજીભાઇ માજીરાણા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેની અંગ જડતી લેવામાં આવતાં પ્લાસ્ટીકની થેલીમાંથી
અલગ- અલગ કંપનીના રૂપિયા ૭૯,૦૦૦ની કિંમતના એન્ડ્રોઇડ ફોન નંગ દસ મળી આવ્યા હતા. આ અંગે તેની સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News