આકોલી પ્રા. શાળા પરથી મોબાઈલ સાથે ઈસમ પકડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-24 06:30:42
  • Views : 469
  • Modified Date : 2019-04-24 06:30:42

માવસરી પો.સ્ટે. વિસ્તારના આકોલી પ્રાથમિક શાળ બૂથ પરથી મોબાઈલ સાથે એક ઈસમને  માવસરી પોલીસે પકડી પાડયો હતો.
પ્રદિપ સેજુલ જિલ્લા
પોલીસ અધિક્ષક, બનાસકાંઠાનાઓની સુચના તથા અજીત રાજીયાણ મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગનાઓના માર્ગદર્શન મુજબ લોકસભા ચૂંટણી દરમિયાન  કોઈ  ઈસમ  મોબાઈલ સાથે મતદાન મથકના કેમ્પસમાં પ્રવેશ ન કરે  તે સારૂ કકડ સુચના કરેલ હોઇ જે આધારે અમો એલ.જી.નકુમ
પો.સ.ઇ.  તથા અ.પો.કો. હિરાભાઇ તથા અ.પો.કો. હિતેષભાઈ તથા
વુ.પો.કો.મિનાક્ષીબેન તથા વુ.પો.કો.ડાહ્યીબેનનાઓ
પો.સ્ટે વિસ્તારમાં ફરજ પર  હતા તે દરમિયાન આકોલી ગામે બુથ વિઝીટ દરમિયાન વિપુલભાઈ જેમલભાઈ ચૌધરી (રહે. આકોલી તા.વાવવાળા)ને મતદાન મથકમાં મોબાઈલ  સાથે ઝડપી પાડી તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News