વિધાનસભામાં માસ્ક વિના ફરતા ધારાસભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓને હવે 500 રૂપિયા દંડ થશે, સત્ર ટુંકાવાય તેવી શક્યતાઓ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 12:49:25
  • Views : 231
  • Modified Date : 2021-03-18 12:49:25

    ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થઈ રહ્યું છે. રાજ્યના ચાર મહાનગરોમાં કેટલાક પ્રતિબંધો પણ લાદી દેવામા આવ્યાં છે. ત્યારે કોરોનાના વધતા જતાં સંક્રમણને કારણે હાલમા ચાલી રહેલું વિધાનસભાનું સત્ર ટુંકાવી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. આ અંગેનો નિર્ણય કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં થશે. આ ઉપરાંત વિધાનસભાના ચાલુ સત્રમાં માસ્ક વિના ફરતા અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યોને પણ 500 રૂપિયા દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    કોરોનાનું સંક્ર્મણ ઘટાડવા માટે માસ્કને ફરજીયાત કરવામાં આવ્યા હતા. આમ છતાં ઘણા લોકો માસ્ક પહેરતા ના હતા. માસ્ક ના પહેરવા પર સૌથી પહેલા 100 રૂપિયા દંડથી શરૂઆત કરી હતી. આમ છતાં ઘણા લોકો માસ્ક પહેરતા ના હતા. આ બાદ માસ્ક ના પહેરવાનો દંડ 1 હજાર કરવામાં આવ્યો હતો. રાજ્યભરમાં ડિસેમ્બર સુધી માસ્ક ના પહેરવા પર 114 કરોડ રૂપિયાની વસુલાત કરી હતી. સૌથી વધુ દંડ 30 કરોડ રૂપિયા અમદાવાદમાં વસૂલાયો હતો. આ બાદ સુરતમાં 11 કરોડ, ખેડામાં 8 કરોડ રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવી હતી. સૌથી ઓછું દંડ ભરનાર જિલ્લો ડાંગ હતો. ડાંગમાં 23 લાખની વસુલાત કરવામાં આવી હતી.

    ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંક 1000ની નજીક પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 954 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં હાલની વાત કરીએ સૌથી વધારે કેસ સુરત અને ત્યારબાદ અમદાવાદમાં કેસો વધી રહ્યા છે. જેમાં સુરતમાં કુલ 292 પોઝિટિવ કેસ, વડોદરામાં 107 અને રાજકોટમાં 80 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેના પગલે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. તેમજ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે.


Download Our B K News Today App



Related News