ડીસાના સર્વોદય સ્કૂલ ખાતે ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા નવા રોડનું ખાતમુહૂર્ત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-08 11:08:24
  • Views : 182
  • Modified Date : 2022-06-08 11:08:24

 

ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે. ત્યારથી ડીસા શહેરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. દરેક શહેરની સુંદરતા તેના વિકાસના આધારે હોય છે ત્યારે હાલમાં ભાજપ શાસિત નગરપાલિકામાં જ્યારથી પ્રમુખ પદ તરીકે રાજુભાઈ ઠક્કર શાસન સંભાળી છે ત્યાંથી ડીસા શહેરના તમામ વોર્ડમાં વિકાસના કામો થઇ રહ્યા છે ખાસ કરીને વર્ષોથી જે વિસ્તારોમાં ગટરો, રસ્તાઓ અને લાઇટની સુવિધા હતી તે તમામ વિસ્તારોમાં પાલિકા પ્રમુખ દ્વારા નવીન તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભાજપના શાસનથી ખુશી જોવા મળી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસના નિર્માણ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ડીસા નગરપાલિકાની ફાળવવામાં આવી છે જે અંતર્ગત હાલમાં ડીસા શહેરના તમામ વોર્ડમાં પાલિકા દ્વારા નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત ડીસા શહેરના નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સર્વોદય સ્કૂલ પાસે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા દ્વારા નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વર્ષોથી સર્વોદય સ્કૂલ પાસે બિસ્માર હાલતમાં રસ્તાઓ પડ્યા હતા જેના કારણે અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હતા બાબતની રજૂઆત ડીસા પાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સર્વોદય પાસેનો રોડ મંજુર કરી ડીસાના ધારાસભ્યના હસ્તે ખાતમુરત કરાવ્યું હતું આજે યોજાયેલા ખાતમુરત કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર,ડીસા પાલિકાના ઉપપ્રમુખ સવિતાબેન હરિયાણી,રાજુભાઈ ઠાકોર, કિરણબેન વાઘેલા, ઉષાબેન માજીરાણા, મોતીભાઈ, સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Download Our B K News Today App



Related News