મીની બજાર વિસ્તારમાં ટ્રાફિક જામ થતા ધારાસભ્ય કુમાર કાનાણીએ TRB જવાનનો લીધો ઉધડો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-03 16:17:47
  • Views : 89
  • Modified Date : 2023-08-03 16:17:47

સુરતની વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણી સતત ચર્ચામાં રહેતા હોય છે. તેમના વિસ્તારમાં ટ્રાફિકના પ્રશ્નોને લઈને સતત પોલીસ કમિશનર અને ટ્રાફિક વિભાગને ફરિયાદ કરતા રહે છે. ત્યારે ફરી કુમાર કાનાણીએ ટ્રાફિક નિયમન કરવાને બદલે મોબાઇલમાં વ્યસ્ત દેખાતા TRB જવાનને ખખડાવ્યો હતો. જ્યારે તેઓ પોતાના ઘરેથી મોટરસાયકલ પર મીની બજાર તરફ જઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક જામ દેખાતા તેમણે TRB જવાનને ખખડાવ્યો હતો.તેમણે આસપાસમાં જોયું તો એક પણ TRB જવાન જોવા મળ્યો ન હતો. ત્યારબાદ તેમની નજર ખૂણામાં બે TRB જવાન ગાડી ઉપર બેસી મોબાઈલમાં વ્યસ્ત હતા તે દેખાયું હતુ. જેથી ધારાસભ્યોએ લોકોની વચ્ચે TRB જવાનનો ઉધડો લઈ લીધો હતો. ટીઆરબી જવાનનો ઉધડો લેતા કુમાર કાનાણીનો વીડિયો વાયરલ થયો છે.

Download Our B K News Today App



Related News