ગઢને કન્ટેનમેન્ટ જાહેર કરાતા ડીવાયએસપીએ સરપંચો સાથે મીટિંગ યોજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-05 12:24:43
  • Views : 1703
  • Modified Date : 2020-05-05 12:24:43

ગઢ ખાતે કોરોના
પોઝીટીવનો કેસ આવતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગઢને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે અને તેના નજીકના ગામોને બફરઝોનમાં મુકી દેવામાં આવ્યા છે. ત્યારે ગઢ પોલીસ મથકનો ચાર્જ પ્રોબેશનલ ડીવાયએસપી ડી.બી.વકીલને સોંપવામાં આવ્યો છે. જેમાં તાલીમાર્થી
પીઆઈ રોહિત સાળવી અને ગઢ પીએસઆઈ એસ.એ.ચૌધરી દ્વારા લોકડાઉનનો પુરેપરો અમલ થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને જાહેરનામાનો કડકપણે અમલ થાય તે માટે ગઢ પોલીસ સ્ટેશન ખાતે ગઢ પોલીસ મથકના વિસ્તારમાં આવતા ૨૮ ગામોના સરપંચોને બોલાવી તેમની સાથે મીટિંગ રાખી તમામે ગામોના અહેવાલ મેળવી તમામે ગામોના સરપંચોને પોતપોતાના ગામમાં લોકડાઉનનો કડકપણે અમલ કરાવવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેના જરૂરી સુચનો આપવામાં આવ્યા હતા. તેમજ જ્યાં પણ લોકડાઉનનો ભંગ થતો હોય તો પોલીસને જાણ કરી વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે દરેક સરપંચોએ પંચાયત લેવલથી કામગીરી કરી લોકોને સુરક્ષીત રહેવા માટેના સુચનો આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર પોલીસ સ્ટાફ સાથે ગઢના મુખ્ય રસ્તાઓ
 ઉપર ફલેગમાર્ચ યોજી લોકોને પોતપોતાના ઘરોમાં રહેવા માટે અને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આમ ગઢને કન્ટેનમેન્ટ જાહેર કરાતા હાલમાં સમગ્ર ગામ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું.

Download Our B K News Today App



Related News