ગાંધીનગર મહાનગરપાલિકામાં ડેપ્યુટી મેયરના અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 11:50:08
  • Views : 364
  • Modified Date : 2020-06-14 11:50:08

ગાંધીનગર મહાનગર
પાલિકાના પ્રથમ માળ પર
કોન્ફરન્સ હોલમાં ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘરની આદ્ય સ્થાને મીટિંગ યોજાયી હતી. આ મીટિંગમાં નગરના વિવિધ સેન્ટરો તથા વિસ્તારોમાં પ્રજાકીય પ્રશ્નો તથા કાઉન્સીલરો દ્વારા ધ્યાનમાં આવેલા સૂચનો ધ્યાનમાં લેવામાં આવ્યા છે. તે ઉપરાંત આગામી દિવસોમાં ચોમાસાની ઋતુમાં ઉદભવતા પ્રશ્નો જેવા કે રોડ પર ભુવા પડવા, નગરના વિસ્તારોમાં પાણી ભરાઈ જવા, નમી પડેલા ભયજનક વૃક્ષોનું નિરાકરણ કરવું, સેક્ટર તથા વિસ્તારોમાં દવાઓના છંટકાવ કરવો તથા શાળાઓ, ધાર્મિક સ્થળો,  બાગ બગીચા, રંગમંચ, જાહેર ર્પાકિંગ સ્થળો, શાકમાર્ક, શોપિંગ સેન્ટરો આમ દરેક જાહેર શૌચાલયો દરેકે દરેક સ્થળની ઝીણામાં ઝીણી માહિતીની ચર્ચા કરવામાં આવી હતી.
આવનાર દિવસોમાં શહેરમાં ગંદકી અને કોઈપણ સ્થળે કોઈપણ જાતની અસુવિધા ન સર્જાય તે બાબતની તકેદારીની કડકમાં કડક અમલીકરણ થાય અને એનો ઉકેલ આવે તે બાબતની ગંભીર રીતે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા સૂચવવામાં આવેલા સાધનસામગ્રી, દવા, સેનીટાઈઝરના તમામ સાધનો, પ્રસાધનો તેઓને ત્વરિત
ઉપલબ્ધ કરાવવા બાબતે ગંભીર રીતે સૂચના ઉપલા અધિકારીઓને સાથે રાખીને તેઓને સુચના આપવામાં આવી હતી. મીટિંગના અંતમાં તમામ સેનેટરી ઇન્સ્પેક્ટર ઓને વરસાદની ઋતુ માટે અમ્બ્રેલા તથા જરૂરી કીટ
આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ મહત્વની કોન્ફરન્સમાં ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘરની અધ્યક્ષતામાં મળેલ કોન્ફરન્સમાં ડેપ્યુટી કમિશનર પિયુષભાઈ દવે, સિટી એન્જીનિયર ભરતભાઇ પંડ્‌યા, સેનિટેશન સુપ્રીમ બેન્ડેડ
સંદીપસિંહ ગોહિલ, બંને જોનલ ઓફિસર શૈલેષકુમાર એસ સોમચંદ્ર, અમિત કુમાર
પટેલ તથા તમામ વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News