ગાંધીનગરથી આવેલ ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતોની મીટિંગ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-18 12:37:31
  • Views : 405
  • Modified Date : 2019-12-18 12:37:31

બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ, થરાદ, સુઈગામ અને ઢીમા પંથકમાં નર્મદાની કેનાલો થકી ખેતરે ખેતરે સિંચાઈ માટે પાણી પહોંચે તે માટે રાજ્ય સરકારે કરોડો
રૂપિયાના ખર્ચે ભૂગર્ભ
પાઈપલાઈનો અને કેનાલોનું નેટવર્ક બનાવ્યું છે. છતાં પણ ખેડૂતોને પાણી મળતું નથી અને કેનાલો વારંવાર તૂટી જાય છે. ત્યારે નર્મદા નિગમનાં ગાંધીનગર આવેલ ઉચ્ચ અધિકારીઓ અને થરાદ નર્મદા નિગમનાં અધિકારીઓની ખેડૂતો સાથે ગ્રામીણ વિસ્તારોમાં બેઠકો યોજાઈ હતી.
જેમાં નર્મદાની કેનાલ મારફત સિંચાઈ માટે પાણી
વપરાશ કરતાં મંડળ, નિગમના બનાવેલ છે એમના પ્રમુખ અને મંત્રીઓની મીટિંગ રાખવામાં આવી હતી. માડકા બ્રાન્ચ કેનાલની મીટિંગ મમાણા ખાતે રાખવામાં આવી. અંદાજે ૪૦ મંડળ હાજર રહ્યા હતા. વાવ તાલુકાના તખતપુરા ઢીમા બ્રાન્ચ કેનાલ પર પાણી વપરાશ કરતાં ૭૦ મંડળની, સપ્રેડા ખાતે ઢીમા બ્રાન્ચ કેનાલનાં ૩૨ માં મંડળ, આ અંગે ગાંધીનગરથી આવેલ નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મંડળીઓ ઢીમા બ્રાન્ચ કેનાલમાંથી ૭૦ માઈનોર, માડકા બ્રાન્ચ કેનાલમાંથી ૮૫ માઈનોર કેનાલો અને ગડસીસર બ્રાન્ચ કેનાલમાંથી ૯૦ માઈનોર કેનાલ નીકળે છે. ત્યારે ત્રણેય બ્રાન્ચ કેનાલમાંથી તમામ માઈનોર કેનાલોમાં સિંચાઈ માટે પાણી પૂરતું મળતું નથી, કેનાલોની સફાઈનો અભાવ, વારંવાર તુટતી કેનાલોનું સમારકામ ઝડપી થતું નથી. ત્યારે મંડળીઓ દ્વારા કઈ રીતે કામ કરવું તે એક પ્રશ્ન બન્યો છે ??? સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે ખેડૂતો દ્વારા અનેક  વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ સિંચાઈ માટે પાણી મળતું નથી.
માઈનોર અને યુ.જી.પી.એલ કેનાલો ચાલુ નથી. જેનો આ પ્રશ્નનો ઉત્તર અધિકારીઓ આપી શકતા નથી. કોઈપણ મંડળ દ્વારા કરવામાં આવેલ અરજીઓના નિકાલ જ થતાં નથી. મંડળો જે સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યા છે તે પ્રગતિ સાર્વજનિક ટ્રસ્ટ, ગાંધીનગર, હેલ્પલાઈન
ફાઉન્ડેશન, વિસનગર, ગરૂડ, ગાંધીનગર આ સંસ્થાઓ દ્વારા મંડળોની રચના કરવામાં આવી છે. ૈઁંસ્ પલ્સ પ્રોજેક્ટ હેઠળ એક પ્રોજેકટ ચાલી રહ્યો છે. ત્યારે આ સંસ્થાએ મંત્રી કે પ્રમુખોની મુલાકાત પણ કરી નથી. જે સંસ્થાનું કામ નબળું હોવાનું જણાવ્યું હતું.
ખેડૂતો દ્વારા માંગણાપત્રક મંડળીઓ દ્વારા ભરવામાં આવે છે. તો વળી નિગમના અધિકારી દ્વારા પાણીની વસુલાત વેરો ખેડૂતો પાસેથી લેવા માટે મંડળોના પ્રમુખને, મંત્રીઓને દબાણ કર્યુ છે. ગાંધીનગરથી આવેલ ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે થરાદની નર્મદા નિગમના અધિકારીને ઉધડો લીધો હતો. સ્થાનિક અધિકારીઓને ધડધડાવ્યા હતા.

Download Our B K News Today App



Related News