ડીસા પાલિકા દ્વારા વેરા વસુલાત કામગીરી હાથ ધરાઈ રૂ. ૫ લાખથી વધુનો બાકી વેરો ના ભરતાં ડીસા ગંજ બજાર વેપારી એસો.નો મિટિંગ હોલ સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 10:55:51
  • Views : 373
  • Modified Date : 2020-10-21 10:55:51

ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓને
અવાર-નવાર વેરા ભરવા માટે સૂચના આપવા છતાં વેપારીઓ દ્વારા વેરો ભરવામાં આવતો નહતો. જેથી મંગળવારે  ડીસા નગરપાલિકા દ્વારા તમામ
બાકીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અહીંના નવા ગંજમાં આવેલો વેપારી એસો. નો સભાખંડ
પાલિકાએ સીલ કરી દીધો હતો.
ડીસા માર્કેટ યાર્ડમાં  વેપારી અસોસિએશનનો મિટિંગ હોલ આવેલો છે.  જ્યાં
અવાર-નવાર બેઠકો અને  કાર્યક્રમો યોજાય છે. ત્યારે આ સભાખંડનો છેલ્લા ૬ વર્ષથી વેરો ભરેલો ના હોવાના લીધે
પાલિકાએ સીલ કર્યો છે. છેલ્લા છ વર્ષ દરમ્યાન આ ભરણું રૂ.
૫ લાખ ૯ હજાર ૭૨૨ થઈ ગયું હતું. જેથી ડીસા નગરપાલિકા દ્વારા અનેકવાર લેખિતમાં નોટિસ આપવામાં આવી હોવા છતાં માર્કેટ યાર્ડના વેપારી એસો. દ્વારા વેરાની ભરપાઈ કરવામાં આવતી ન હોવાના લીધે મંગળવારે ડીસા નગર
પાલિકા દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.  પાલિકાની આ કાર્યવાહીને પગલે બાકી વેરાધારકોમાં ફફડાટ મચી ગયો છે.
ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વેપારીઓ દ્વારા નગરપાલિકામાં વેરો ભરવામાં આવતો ન હતો. જેને લઈને ડીસા નગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે. જેની કામગીરી આગામી દિવસોમાં સઘન કરવામાં આવનાર છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

Download Our B K News Today App



Related News