મીઠા પાણીમાં સ્કામ્પી જાતિના ઝીંગાઉછેર
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-11-11 13:36:57
- Views : 1198
- Modified Date : 2019-11-11 13:36:57
રઃ મત્સ્યપાલકને આર્થિક સધ્ધરતા માટે શ્રેષ્ઠ તકગુજરાત રાજ્યમાં મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત પૈકી જળાશય અને સરોવરો ૨.૪૩ લાખ હેકટર, નદી અને નહેરોનો વિસ્તાર ૩,૮૬૫ કિ.મી., સિંચાઈ અને ગ્રામ તળાવો ૧.૧૫ લાખ હેકટર, નદીનો મુખપ્રદેશ વિસ્તાર ૨૧૦૦૦ હેકટર ઉપલબ્ધ છે. આ તમામ વિસ્તારમાં મીઠા પાણીના મત્સ્ય તેમજ ઝીંગા ઉછેર માટે ઉત્કૃષ્ટ તકો રહેલી છે.તેનો યોગ્ય માર્ગદર્શન વડે રાજ્યના ખેડૂતો ઉપયોગ કરે તો આર્થિક રીતે સદ્ધરતા મેળવી શકે તેમ છે, રાજ્યમાં મીઠા પાણીનાં મત્સ્ય ઉત્પાદન કુલ ઉત્પાદનના માત્ર ૧૦ ટકા જ થાય છે. જો રાજ્યમાં ઉપલબ્ધ જળ વિસ્તારનો મત્સ્ય/ઝીંગા ઉછેર માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરવામાં આવે તો તેમાં અનેકગણો વધારો થઈ શકે તેમ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.ગુજરાત રાજ્યમાં મીઠા પાણીના ઝીંગા ઉછેરની પરિસ્થિતિ ઉપર એક નજર ઉછેર માટે સર્વોત્તમ મેક્રોબ્રેકીયમ રોઝનબર્ગીમીઠા પાણીમાં મળતી લગભગ ૧૦૦ પ્રજાતિઓ પૈકી માત્ર બે પ્રજાતિઓઅનુક્રમે મેક્રોબ્રેકીયમ રોઝનબર્ગી તેમજ મેક્રોબ્રેકીયમ માલ્કમસોની તેની ઝડપી વૃદ્ધિ દર અને મોટા કદના લીધે વ્યાપારી ધોરણે મહત્વના છે. મેક્રોબ્રેકીયમ રોઝનબર્ગીને ‘સ્કામ્પી’ તરીકે અને ગુજરાતમાં માછીમારો સોંઢિયા તરીકે ઓળખે છે,આ બંને પ્રજાતિ પૈકી સ્કામ્પી સૌથી વધુ કદ અને ઝડપથી વૃદ્ધિ કરે છે તેથી તળાવમાં ઉછેર માટે સર્વોત્તમ ગણાય છે. હાલના તબક્કે ગુજરાત રાજ્યમાં મીઠા પાણીના ઝીંગાનો ઉછેર કરવા માટે નદીમાંથી એકત્ર કરવામાં આવતા ઝીંગાના બિયારણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બિયારણો નર્મદા નદીમાં મઢી, નમોદરા, પોરા, ઓરપટા, ભાલોદ, તવરા, શુકલતીર્થ, નીકારા, અંગારેશ્વર, ઝણોર, નાંદ વગેરે સ્થળો ઉપર માછીમારો દ્વારા એકત્ર કરી વેચવામાં આવે છે પરંતુ, નદીના કુદરતી જળમાંથી એકત્ર કરવામાં આવતા ઝીંગાના બીજ મિશ્ર જાતિના હોવાથી ઉત્પાદન ઓછું મળે છે. શુદ્ધ બિયારણ દક્ષિણ ભારતના તામિલનાડુ, આંધ્રપ્રદેશમાં કાર્યરત હેચરીમાંથી પ્રાપ્ત કરી શકાય છે.રાજ્યમાં ઉપલબ્ધ ૭૧૦૦૦ હેકટર ગ્રામ તળાવો પૈકી આશરે ૩૦,૦૦૦ હેકટર વિસ્તાર મત્સ્ય ઉછેરવા માટે આવરી લેવાય છે અને આ વિસ્તારમાં મીઠા પાણીના ઝીંગા ઉછેર માટે ૬૦થી ૭૦ કરોડ નંગ બિયારણની ઉપલબ્ધતા જરૂરી છે.
ઝીંગા ઉછેર માટે ધ્યાનમાં લેવાની
મુખ્ય બાબતો- ઝીંગા ઉછેર માટે યોગ્ય સ્થળની પસંદગી, જમીન તથા પાણીની ગુણવત્તા મહત્વના મુદ્દા હોઈ તે અંગે પણ ઉક્ત સંસ્થા દ્વારા માર્ગદર્શન મેળવવો જોઈએ.સહાય ઉપરાંત ધિરાણ માટે રાષ્ટ્રીયકૃત બેંકો, અન્ય નાણાંકીય સંસ્થાઓ તેમજ રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ બેંકનો સંપર્ક કરવો.ઉછેર માટે જરૂરી સવલતોમાં તળાવનું કદ, ઊંડાઈ, વીજળી જોડાણ, પાણી દાખલ -ડ્રેનેજ ચેનલ તથા મશીનરી પંપ ઉપરાંત ઝીંગાના બીજ તેમજ તેના ખોરાકની ઉપલબ્ધતા અંગેની સચોટ માહિતી મેળવવી. તજજ્ઞાની નિમણૂક કરવી.ઝીંગા ઉછેર દરમિયાન તળાવમાં નાખવામાં આવતા સેન્દ્રિય તેમજ અસેન્દ્રિય ખાતર, તેની યોગ્ય માત્રા, પૂરક ખોરાક અને પાણીની ગુણવત્તા, રોગ લાગુ પડે તો તેના નિવારણ- ઉપચાર અંતે લણણી અને વેચાણ અંગે માહિતી મેળવવી. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત દરિયાઈ ઉત્પાદન વિકાસ સત્તા મંડળ અને રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા મત્સ્ય ખેડૂતોને તાંત્રીક માર્ગદર્શન ઉપરાંત ‘સબસીડી’ રૂપે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ઝીંગા ઉછેર માટેની તાંત્રીક વિગતો
જે જગ્યાએ ઝીંગા ઉછેર કરવાનું હોય ત્યાં બારેમાસ મીઠું પાણી અથવા સહેજ ભાંભરૂ પાણી મળી શકે તેવા કુદરતી સ્ત્રોત જેવા કે, નદી, સરોવર, જળાશયો નજીકમાં હોવા જોઈએ.આવા જળ વિસ્તારની નજીક ઉદ્યોગો કે જે પ્રદૂષિત પાણી છોડતા હોય તો પાણીના સ્ત્રોત પ્રદૂષિત થાય છે. આથી આવા સ્થળની પસંદગી કરવી જોઈએ નહી.જમીનમાં રેતી,કાંપ અને ચીકણી માટીનું પ્રમાણ એવું હોવું જોઈએ કે ત્યાં સંગ્રહ કરેલું પાણી લાંબા સમય (૬-૮ માસ) સુધી ટકી શકે.રેતાળ જમીન તળાવ માટે અનુકૂળ નથી આથી જમીનના બંધારણની ચકાસણી અગાઉથી કરવી જોઈએ. ઉછેર માટે પસંદ કરેલ સ્થળ બારેમાસ મુખ્ય માર્ગ સાથે સંપર્ક ધરાવતો, વીજ પુરવઠો ઉપલબ્ધ હોવો જોઈએ.પર્યાવરણ, કાયદાકીય બંધનો, સરકારી નિયમો, સલામતી અને સામાજિક જરૂરીયાતોની ધ્યાનપૂર્વક નોંધ લેવી જોઈએ.
ઝીંગા ઉછેરના તળાવોનું કદ ૧૦૦૦થી ૨૫૦૦ ચોરસ ફૂટ અને ઊંડાઈ ૧થી ૧.૫ ફૂટ, આર્થિક વળતર મેળવવા માટે લઘુત્તમ ૨.૦ હેકટર વિસ્તાર હોવો જોઈએ.માટીના પાળા પાણી ભર્યા પછી ૬૦ સેમી. ઊંચા તેમજ ૧થી ૧.૫ મીટર પહોળા હોવા જોઈએ.તળાવમાં જલજ મૂળવાળી વનસ્પતિ ઝીંગાના મોકળાશપૂર્ણ હેરફેર તથા લણણીમાં અવરોધક હોઈ દૂર કરવી.
ઝીંગા ઉછેર માટે પાણીમાં ઓગળેલ ઓક્સીજન ૫થી ૮ મી.ગ્રા./લીટર, પી.એચ. ૭થી ૮.૫, તાપમાન ૨૪ ૦’ થી ૩૨ ૦’ યોગ્ય હોઈ તે જાળવવું જરૂરી છે.પાણીમાં ખારાશ ૬ પીપીટીથી વધુ નહી તેમજ પાણી પ્રદૂષણ-જંતુનાશક મુક્ત હોવું જોઈએ .તળાવમાં કુદરતી (ઝુ તથા ફાયટો)
પ્લાંકટોનના વિકાસથી પાણીની ઉત્પાદક્તા વધે છે અને ઝીંગા તેનો કુદરતી ખોરાક તરીકે ઉપયોગ કરી ઝડપી વિકાસ કરી શકે તે માટે તળાવમાં બિયારણ છોડવાના પાંચ સાત દિવસ પૂર્વે ચૂનો તથા સેન્દ્રીય ખાતર ૫૦૦થી ૧૦૦૦ કિલો/હેકટર સીંગલ સુપર ફોસ્ફેટ ૫૦થી ૭૦ કિલો/હેકટર યુરિયા ૩૦થી ૪૦ કિલો/હેકટર ઉમેરવું.
તળાવમાં ખાતર નાખ્યા બાદ ઝીંગાના બિયારણ ઝીંગા બીજ ઉત્પાદન એકમ (હેચરી) અથવા નદીમાંથી એકત્ર કરેલા બીજ (જેમાં સ્કામ્પી પ્રજાતિનું પ્રમાણ સારૂ હોય તેવા) નો સંગ્રહ કરવો જોઈએ. તળાવમાં બીજ છોડવા માટે સવારનો અથવા સાંજનો સમય પસંદ કરવો જેથી તડકાથી વિપરીત અસર થાય નહીં.
સ્કામ્પી સર્વભક્ષી પ્રાણી છે. તે ખોરાકમાં મુખ્યત્વે જલીય કિટકો, સૂક્ષ્મ જીવાતો,લીલ તથા તળાવના તળિયામાં રહેલો કાર્બનિક કચરો વગેરેનો ઉપયોગ કરે છે પરંતુ, ઉછેર દરમિયાન તળાવમાં કુદરતી ખોરાકની ગુણવત્તા તેમજ માત્રામાં ફેરફાર થતો હોઈ ઝીંગાને પૂરતા પ્રમાણમાં પોષણ મળી શકે માટે બહારથી પૂરક આહાર આપવો જરૂરી છે.જેમકે, સીંગખોળ, ચોખાની કુશ્કી, ફીશમીલ, કતલખાનાનો કચરો વગેરે.બજારમાં પોષણયુક્ત કૃત્રિમ ખોરાક ઉપલબ્ધ હોઈ યોગ્ય ખોરાકની પસંદગી કરી ઉપયોગમાં લઈ શકાય છે.
ઝીંગા ઉછેર દ્વારા સારું ઉત્પાદન મેળવવા માટે પાણીની ગુણવત્તા, યોગ્ય પ્રકારનો ખોરાક અને યોગ્ય પ્રમાણ, હાનિકારક જલદ વનસ્પતિ, શિકારી માછલી તથા સૂક્ષ્મ જીવાતોનો નાશ કરવો વગેરે ઉપર વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આમ ઉપરોક્ત સૂચનોના યોગ્ય અમલ દ્વારા મત્સ્ય ખેડૂતો દ્વારા નિકાસલક્ષી ઝીંગાનું ઉત્પાદન મેળવી રાજયના આંતર્દેશીય મત્સ્યોદ્યોગ વિકાસમાં સહભાગી થઈ આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરી શકાય છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
દિગ્ગજ નેપાળી અભિનેતા સુનીલ થાપાનું...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:49 pm
- 93
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 90
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 71
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69



