ખારી-પાલડીના ગુમશુદા યુવકનો ભુતેડી પાસેથી દાટી દેવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર : પોલીસે એક યુવકની કરી અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-03 11:12:28
  • Views : 291
  • Modified Date : 2022-04-03 11:12:28

ખારી-પાલડીના ગુમશુદા યુવકનો ભુતેડી પાસેથી દાટી દેવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર : પોલીસે એક યુવકની કરી અટકાયત

 

બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ખારી પાલડી ગામના મેહુલ ઠાકોર નામના યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે બનાસકાંઠા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ને આધારે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

- જિલ્લામાં ગુનાહિત ઘટનાઓમાં વધારો

 

- ખારી પાલડીના ગુમશુદા યુવકનો ભુતેડી પાસેથી દાટી દેવાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર

 

- મેહુલ ઠાકોર નામના  યુવકની હત્યાનો મામલો આવ્યો સામે

 

પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યારાને જેલના સળિયા પાછળ ધકેલતી પોલીસ

 

- ગુનાહિત ઘટનાઓમાં વધારો

 

    બનાસકાંઠા જિલ્લાને આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે દિવસે ને દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હત્યા આત્મહત્યા અને અપહરણના ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે આજે લોકો પૈસાની લેવડદેવડ અથવા તો અંગત અદાવતમાં હત્યા જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપતા નજરે પડી રહ્યા છે વારંવાર ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થતાં હાલમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

 

- ભાભરના યુવકની હત્યા

 

  જિલ્લામાં વધતા જતા હત્યાના કેસ વચ્ચે વધુ એક હત્યાનો કેસ સામે આવ્યો છે જેમાં ભાભર ખાતે રહેતા મેહુલ ઠાકોર ની હત્યા કરનાર આરોપી પાસે જેસીબી હતું અને તે જેસીબી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતો હતો. જેને માટી ઉપાડવા માટે ટ્રેક્ટરની જરૂર હતી. જેથી ભાભર તાલુકાના ખારી પાલડી ગામના મેહુલ ઠાકોર ને અહીં ટ્રેક્ટર સાથે બોલાવાયો હતો. જોકે ત્યાર બાદ આરોપી કલ્પેશ રાજપૂતે મેહુલ ઠાકોર નામના યુવકની હત્યા કરી હતી અને ટ્રેકટરને સંતાડી દીધું હતું અને લાશને દાટી દીધી હતી.

 

- આરોપીની અટકાયત કરાઈ

 

ભાભર તાલુકાના ખારી પાલડી ગામના મેહુલ ઠાકોર નામના યુવકની હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ ને આધારે પોલીસે આરોપીની ધરપકડ પણ કરી હતી. આરોપીની પૂછતાછમાં લૂંટ અને ચોરી ને લઈને આ યુવકની હત્યા કરી હતી. ભાભરથી માટીના કોન્ટ્રાક્ટ માટે ટ્રેક્ટર સાથે લાવેલા યુવકની હત્યા કરી તેને દાટી દેવામાં આવ્યો હતો જે બાદ યુવક ની શોધખોળ કરતા યુવક ન મળતા આ અંગે પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી હતી.જે બાદ પોલીસે ટેકનિકલ  સર્વેલન્સને આધારે મૃતદેહને શોધી કાઢી અને ટ્રેક્ટર પણ કબજે કર્યું હતું જ્યારે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

 

Download Our B K News Today App



Related News