રાજસ્થાનના આહોરગામની ગુમ યુવતી ડીસાથી મુસ્લિમ યુવક સાથે ઝડપાતા ડીસા શહેર દક્ષિણ પોલીસે યુવક યુવતીને રાજસ્થાન પોલીસને સોપ્યાહતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-10 11:27:37
  • Views : 1358
  • Modified Date : 2022-03-10 11:27:37


રાજસ્થાન ના આહોર ની 19 વર્ષિય ગુમ થયેલ યુવતી મંગળવારે મુસ્લિમ યુવક સાથે ડીસાથી મળી આવી હતી. આથી ડીસા શહેર દક્ષિણ પોલીસે યુવક યુવતી ને રાજસ્થાન પોલીસ ને સુપ્રત કર્યા હતા.ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પીઆઈ વાય.એમ.મિશ્રા મંગળવારે સ્ટાફના હે.કો. રઘુજી અનોપજી, હે.કો પ્રવિણભાઇ મનાભાઇ, પો.કો ડાહ્યાભાઇ માધાભાઇ, પો.કો વિરસંગભાઇ વાલુભાઇ તેમજ મહિલા પો.કો ગંગાબેન ભેમાભાઇ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમ્યાન રાજસ્થાન પોલીસ દ્રારા માહીતી મળી હતી કે રાજસ્થાન ના આહોર ના સ્મશાનઘાટ નજીક રહેતી મિનાક્ષી જીવારામજી હિરાગર (ઉ.વ. 19) રાજસ્થાનથી ગુમ થયેલ છે અને ડીસા ખાતે કયાક રોકાયેલ હોવાની હકિકત મળી હતી.

આથી પીઆઈ વાય.એમ.મિશ્રા એ પોલીસ સ્ટાફના માણસો ને લઇ ડીસા-પાટણ હાઇવે તરફ જઈ રહ્યાં હતાં. જે દરમિયાન ભોપાનગર હુસૈનીચોક પાસે એક લાલ કલરના પંજાબી ડ્રેસ પહેરેલી એક યુવતી અન્ય યુવક સાથે ઉભેલી હોઈ જેનું નામ ઠામ પુછતા મિનાક્ષી હીરાગર હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે ગુમ યુવતી તેમજ તેની સાથે ના સોહીલખાન તાહીરહુસૈન કુરેશી (રહે, સંતોષીનગર વોર્ડ નંબર 1, તા. શિવગંજ, જી. શિરોહી, રાજસ્થાન) ને પોલીસ સ્ટેશન લાવી રાજસ્થાન પોલીસ ને જાણ કરવામાં આવી હતી.

આ અંગે પીઆઈ વાય.એમ.મિશ્રા એ જણાવ્યું હતું કે, રાજસ્થાન ના આહોર પોલીસ મથકે યુવતી ગુમ થયા અંગે જાણવા જોગ નોધ થઈ હતી અને ગુમ યુવતી ને રાજસ્થાન ના યુવક સાથે ડીસાથી ઝડપી લેવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News