નારોલના શિવાલિક રેસિડેન્સીમાં મધરાતે ફાયરિંગથી સગીર ઘવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-12-10 16:30:35
  • Views : 56
  • Modified Date : 2025-12-10 16:30:35

મિત્રની માતાની ખબર અંતર પૂછવા આવેલા મિત્રોએ ફાયરિંગનો ગુનો આચર્યો

અમદાવાદ

નારોલમાં મોની હોટલ નજીક આવેલી શિવાલિક રેસિડેન્સી ફ્લેટમાં મોડીરાત્રે એક સગીર સહિત ત્રણ મિત્રો દેશી તમંચાથી મઝાક મસ્તી કરી રહ્યા હતા ત્યારે એક રાઉન્ડ ફાયરિંગ થતા સગીરને કાનના ઉપરના ભાગે વાગતા તે ઢળી પડ્યો હતો. બાદમાં બંને મિત્રો દેશી તમંચો કચરા ટોપલીમાં નાખી દીધો હતો. આ અંગે નારોલ પોલીસે બંને શખ્સો સામે હથિયાર સહિતની કલમ હેઠળ ગુનો નોધીને બંનેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ વટવામાં રહેતા નનકુભાઇ મિશ્રા ડ્રાઇવિંગ કરે છે. તેમનો 16 વર્ષીય સગીર પુત્ર ફેબ્રિકેશનનું કામ કરે છે. ગત 8 ડિસેમ્બરના રોજ શિવાલીક રેસીડેન્સીમાં રહેતો તેમનો 25 વર્ષીય સિધ્ધાંતસિંગ ભૂમિહારની માતાને ઘૂંટણની ઓપરેશન કરાવ્યુ હોવાથી હોસ્પિટલ દાખલ હતી. જેથી સિધ્ધાંતસિંગે તેના સગીર મિત્ર અને બીજા મિત્ર 25 વર્ષીય રોહિત પ્રજાપતિને હોસ્પિટલ જવાનું હોવાથી બંનેને બોલાવ્યા હતા. આ દરમ્યાન સિધ્ધાંતસિંગના પિતા દવાખાને હતા. જ્યારે સગીર અને રોહિત બંને સિધ્ધાંતસિંગના ઘરે પહોચ્યા હતા. બાદમાં તેઓ જમવા બેસતા હતા. ત્યારે વાસણ લેતા વાસણની પાછળ મૂકેલ દેશી તમંચો જોઇ જતા તેને બહાર કાઢ્યો હતો. બાદમાં ત્રણેય દેશી તમંચાથી મઝાક કરતા હતા. જેમાં સિધ્ધાંતસિંગ અને રોહિતે દેશી તમંચો વારંવાર સગીર મિત્ર સામે તાકતો હતો. જેથી સગીર ના પાડી હતી. બાદમાં પહેલા રોહિતે તાકી હતી. જે બાદ સગીર લઇને જોતો હતો. તે દરમ્યાન લોડ થઇ ગઇ હતી. બાદમાં રોહિત સગીર સામે તાકીને મઝાકમાં દબાવતા એક રાઉન્ડ ફાયરિંગ થતા સગીરને કાનના ઉપરના ભાગે ઇજા થઇ હતી. અવાજ આવતા આસપાસના લોકો આવી જતા સિધ્ધાંત અને રોહિતે હથિયાર કચરા ટોપલીમાં નાખી દીધુ હતું.  સગીરને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. 

સિધ્ધાંતસિંગના ઘરેથી મળી આવેલો દેશી તમંચો 

પોલીસની પ્રાથમિક તપાસમાં ધ્યાને આવ્યું છે સિધ્ધાંતસિંગ હથિયાર શંકર યાદવ નામના શખ્સ પાસેથી દેશી તમંચો ખરીદ્યો હોવાનું સામે આવ્યું. જો કે શંકર યાદવની પણ નારોલ પોલીસે ધરપકડ કરીને પૂછપરછ શરુ કરી છે કે ક્યા કારણોસર સિધ્ધાંતસિંગે તેની પાસેથી હથિયાર ખરીદ્યું હતું.

Download Our B K News Today App



Related News