પાલનપુર ખાતે મંત્રી પ્રદીપભાઇ પરમારનું બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-10 11:11:38
  • Views : 271
  • Modified Date : 2022-01-10 11:11:38

 

       પાલનપુર સમતા વિધાવિહાર સંકુલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમારનું બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. પ્રસંગે મંત્રી પ્રદીપભાઇ પરમાર અને બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલના હસ્તે ગ્રંથાલયનું લોકાર્પણ અને પ્રયોગશાળાનું ખાતમૂર્હત કરવામાં આવ્યું હતુ.. પ્રસંગે મંત્રી પ્રદીપભાઇ પરમારે પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે, આજે બનાસકાંઠા જિલ્લા વણકર સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાલનપુર ખાતે ગરીબ બાળકોના અભ્યાસ માટે નિર્માણ પામેલ શૈક્ષણિક સંકુલ જોઇને આનંદ થયો છે...સમાજ માટે કરેલું કામ હંમેશા ઉગી નિકળતું હોય છે. સમાજ માટે આજે કરેલી મહેનત આવતીકાલની પેઢીને આગળ લઇ જવામાં મદદરૂપ બનશે. તેમણે શિક્ષણ પર ભાર મુકતા જણાવ્યું કે, કોઇપણ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ સિવાય શક્ય નથી ત્યારે શિક્ષણને પ્રાથમિકતા આપી આપણા બાળકો વચ્ચે દિકરી- દિકરાનો ભેદભાવ રાખ્યા સિવાય તેમનો સમાનતાથી ઉછેર કરી ઉચ્ચ શિક્ષણ અપાવીએ.

પ્રસંગે મંત્રી પ્રદીપભાઇ પરમારનું શાલ- પુષ્પગુચ્છ અને વણકર સમાજની ઓળખ સમા રેટીંયા વડે સ્વાગત કરવામાં આવ્યું હતુ.. કાર્યક્રમમાં અધિકારીઓ- પદાધિકારીઓ અને વિશાળ સંખ્યામાં વણકર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News