બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુંવારવા ખાતેથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ પ્રારંભ કરાવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-21 11:15:05
  • Views : 185
  • Modified Date : 2022-03-21 11:15:05

 

 બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુંવારવા ખાતેથી સુજલામ-સુફલામ જળ અભિયાનનો શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલાએ પ્રારંભ કરાવ્યો હતો..

          બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કુંવારવા ખાતેથી શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનના પાંચમા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે,  પાણી એ પરમાત્માનો પ્રસાદ છે, તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં રાજ્યવ્યાપી સુજલામ- સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે...સુજલામ- સુફલામ જળ સંચય અભિયાન હેઠળ છેલ્લાં ચાર વર્ષમાં મળેલ સફળતાને આગળ ધપાવતા ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.. માનવજાતના પોષણ માટે કુદરતી સંપત્તિનો ઉપયોગ થાય છે પરંતુ તેનો દુરુપયોગ થાય તો તેનાં વિપરીત પરિણામો પણ ભોગવવા પડે છે. પાણીનું જળચક્ર વિક્ષેપિત થવાને કારણે આજે વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને લગતી સમસ્યાઓ ઉદભવી છે. આ પાણીના ચક્રને ફરીથી સુનિયોજિત કરવાં માટે આ અભિયાન ખૂબ જ ઉપયોગી બની રહ્યું છે...

          બનાસકાંઠાનો વિસ્તાર બનાસ નદીના કિનારે હોવાથી પુષ્કળ પ્રમાણમાં પાણી હતું પરંતુ પાણીના આડેધડ ઉપયોગના લીધે આજે પાણીના તળ ખુબ જ ઉંડા ગયા છે ત્યારે વરસાદી પાણીથી તેને રિચાર્જ કરીને ભૂગર્ભ જળભંડાર સમૃદ્ધ બનાવવા જોઇયે..બનાસકાંઠા જિલ્લામાં સુજલામ- સુફલામ જળ અભિયાન હેઠળ જળ સંચય અને જળ સંગ્રહના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યાં છે. જેનાં પાછલાં વર્ષોમાં ખૂબ સારા અને સકારાત્મક પરિણામો મળ્યાં છે... જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિરાટ અભિયાનની સફળતા માટે તેમણે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી...

સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું  હતું કે જિલ્લામાં વર્ષ-૨૦૧૮થી જળ સંચય- જળ સંગ્રહના કામો વ્યાપક પ્રમાણમાં હાથ ધરવામાં આવ્યા છે. આ વખતે પણ ઘણા બધા કામો માટેની મંજૂરી આપવામાં આવી છે.  રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે હજુ આગળ વધુ કામોને મંજૂરી આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં જળસંપતિ , વન અને પર્યાવરણ વિભાગ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ વિવિધ જળ સંચયના કામો હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમમાં અગ્રણી ડાહ્યાભાઈ પિલીયાતર, ઇશ્વરભાઇ પટેલ, ઇશુભા વાઘેલા, ગામના સરપંચ, પદાધિકારીઓ- અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.             

Download Our B K News Today App



Related News