કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના ખેડુતો અને વી.એલ.ઈનો પુરૂષોત્તમ રૂપાલા સાથે સીધો સંવાદ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 11:29:06
  • Views : 225
  • Modified Date : 2022-04-30 11:29:06

કોમન સર્વિસ સેન્ટરના માધ્યમથી બનાસકાંઠા જિલ્લાના ખેડુતો અને વી.એલ.ઈનો પુરૂષોત્તમ રૂપાલા સાથે સીધો સંવાદ યોજાયો હતો.

 

 

                     કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના કોમન સર્વિસ સેન્ટરના સંચાલક પ્રવિણભાઈ જોષી તેમજ સોયલા ગ્રામ પંચાયતના સરપંચ નારણભાઈ જોશી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધી વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન પુરૂષોત્તમ રૂપાલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બનાસકાંઠા પ્રવાસ વિશે વાતચીત કરી હતી..સાથે સાથે પ્રાકૃતિક ખેતી તેમજ કિસાન ક્રેડિટ કાર્ડ વિશે પણ ચર્ચા કરી હતી. આ પ્રસંગે  જિલ્લા મેનેજર સંજય પ્રજાપતિ અને વિનોદ રાણાવસિયા તથા જિલ્લા કોર્ડીનેટર ભરત ચૌધરી તેમજ ડોક્ટર કે.એમ.પટેલ મદદનીશ પશુપાલન નિયામક તથા ડોક્ટર ડી.ડી.પટેલ  વેટરનરી ઓફીસર,ભીલડી તથા સુરેશભાઇ સિલ્વા ભાજપ ભીલડી મંડળ મહામંત્રી તથા ત્રિભોવનભાઈ જોશી સોયલા દૂધ મંડળી ચેરમેન તેમજ જુની  ગ્રામ પંચાયતના સરપંચ મનુભાઈ  જોશી તેમજ આજુબાજુના ખેડુતો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

 

Download Our B K News Today App



Related News