ધો.12 કોમર્સના વિદ્યાર્થી યશ પરમારે બનાવ્યું મિની ઇ-બાઇક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-14 13:03:14
  • Views : 560
  • Modified Date : 2020-11-14 13:03:14

               ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બનાવવાનો શોખ ધરાવતો 12 કોમર્સનો વિદ્યાર્થી પોતાની બનાવટની વસ્તુઓથી જાણીતો છે. યશ પ્રવીણભાઈ પરમાર નામના આ તરુણે હાલમાં મીની ઈ બાઈક તૈયાર કર્યું છે. જેમાં છૂટક સાધનો મેળવીને ઇન્ડિકેટર, ફ્રન્ટ લાઈટ, હોર્ન બનાવ્યા છે. ભાવનગર શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા યશે 6 મહિનાના ગાળામાં પોતાના ઘરે જ મીની ઇલેક્ટ્રોનિક બાઇક તૈયાર કરીને ટ્રાફિકના નિયમોની જટિલતા સામે ઉકેલ શોધી બતાવ્યો છે. કારમાં સ્પીડોમીટર ફીટ કરવામાં આવ્યું છે. જેનાથી કેટલી બેટરી છે, કેટલી ઝડપ છે તેનો ખ્યાલ આવે છે.ઈ બાઈકનો મોટો ફાયદો એ છે કે તેનાથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાતું નથી અને ખર્ચ પણ ઓછો થાય છે. પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ કરવાની જરૂરિયાત રહેતી નથી. આરટીઓની ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે. ભાવનગરના આ ધોરણ -12 કોમર્સના વિદ્યાર્થી યશ પરમારને સંશોધન માટે નાનપણ થી જ રસ છે. અને અવનવા સાધનો બનાવવા તત્પર રહે છે. આવી રીતે તેણે અનેકવિધ નવી વસ્તુઓ બનાવી છે. હવે તેણે ઇબાઇક બનાવી છે. જે જેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી વાતાવરણમાં પ્રદુષણ ફેલાતું નથી અને તેમાં ખર્ચ પણ ઓછો આવે છે

Download Our B K News Today App



Related News