બનાસકાંઠા ભૂસ્તર વિભાગનું મેગા ઓપરેશન રૂા. ૮૦ લાખના ડમ્પર અને હીટાચી મશીન કબજે કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-10 12:05:50
  • Views : 515
  • Modified Date : 2021-07-10 12:05:50

     બનાસકાંઠામાં બનાસનદી અને સિપુનદીમાંથી કરોડોની ચોરીની ફરિયાદો અવાર-નવાર આવતી હોય છે. ત્યારે ભૂસ્તર વિભાગ ફરિયાદ મળ્યાના ગણતરીના કલાકોમાં કામગીરી હાથ ધરીને કાર્યવાહી કરે છે. ગતરોજ ભૂસ્તર અધિકારીને મળેલી ફરિયાદના આધારે કસલપુરથી ખનીજ ચોરી ઝડપી પાડી હતી.બનાસનદી અને સિપ ુનદીમાં થતી ખનીજ ચોરી અટકાવવા જીલ્લા ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા અવાર-નવાર રેડ કરી આવા તત્વોને પકડી પાડી લાખો રૂપિયાના દંડની વસુલાત કરવામાં આવે છે. ત્યારે ગતરોજ ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જાેશીને ફરિયાદ મળેલ કે કસલપુરમાં ખનીજ ચોરી થઈ રહી છે. આ ફરિયાદના આધારે શુક્રવારે વહેલી સવારે ચાર વાગ્યાના સુમારે ભૂસ્તર વિભાગની ટીમ ડમ્પરમાં બેસી કાંકરેજ તાલુકાના કસલપુર ખાતે બનાસ નદીપટને અડીને આવેલ સર્વે નંબર ૨૬૯ ગૌચર જમીન ઉપર મહેશ પ્રજાપતિ નામના ઈસમ દ્વારા કરવામાં આવી રહેલ રેતીનંુ ખોદકામ પકડી પાડેલ છે.  તપાસ કરતા સ્થળ પરથી એક હીટાચી સહિત ત્રણ ડમ્પર પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. ભૂસ્તર વિભાગે અંદાજે રૂા. ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.  જ્યારે ખોદકામ કરવામાં આવેલ વિસ્તારની માપણી કરી દંડની વસુલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. જાેકે ગતમોડી રાત્રે પણ ભૂસ્તર વિભાગની ટીમે ચિત્રાસણી પાસેથી રાજસ્થાન રેતી ભરીને જતા ઓવરલોડ ડમ્પરને ઝડપી લાખોનો દંડ ફટકારી મુદ્દામાલને કબજે કર્યો હતો.આમ બનાસકાંઠા ભૂસ્તર વિભાગની ટીમ ઓફિસ સમય બાદ મોડી રાત્રે અને વહેલી સવારે ઓપરેશન કરીને કરોડોની ખનીજ ચોરી ઝડપી પાડેલ. જેને લઈને હવે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News