થરાદની સિવિલ કોર્ટે તાલુકા પંચાયતની મિલકત જપ્ત કરવાનો આદેશ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 11:25:57
  • Views : 653
  • Modified Date : 2020-02-27 11:25:57

થરાદની સિવિલ કોર્ટે થરાદ તાલુકા પંચાયતની મિલ્કત જપ્ત કરવાનો આદેશ કર્યો હતો અને વકીલ, પોલીસ સાથે તાલુકા પંચાયતની ગાડી સહિત તમામ મિલકત જપ્ત કરવાનો આદેશ કરતા ખળભળાટ મચવા પામ્યો હતો. થરાદ તાલુકાના લેડાઉ ગામ પૂર્વ સરપંચ દ્વારા ગામમાં કરાયેલા વિકાસ કામોના નાણાં તાલુકા પંચાયત દ્વારા ન ચૂકવતા કોર્ટે તાલુકા પંચાયતની મિલકતો જપ્ત કરવાનો આદેશ કરી દેતાં તાલુકા પંચાયતમાં હડકંપ મચી ગયો હતો. લેડાઉ ગામના સરપંચ નીલાબેન લક્ષ્મણસિંહ રાજપૂતે વર્ષ ર૦૦પ/ર૦૦૬ માં ગામમાં મેટલ રોડ અને શાળાના રૂમ
બનાવવા સહિત વિકાસના કામો કર્યા હતા. જેના નાણા સરપંચોને ચૂકવવા તાલુકા પંચાયતને
સપ્ટેમ્બર ર૦૧૯ માં આદેશ કરાયો હતો. આમ છતાં સરપંચને નાણા ના ચૂકવતાં કોર્ટમાં રજૂઆત કરતાં તાલુકા પંચાયતની મિલકત જપ્ત કરવા કોર્ટે આદેશ કર્યો હતો. જે અંગે ટીડીઓ થરાદ દ્વારા ચુસ્ત મુદત માંગતા જપ્તિ  સ્થગીત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News