ધાનેરાના વાલેર ગામની પીડિતાએ મીડિયા સમક્ષ રજૂઆત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 11:32:34
  • Views : 586
  • Modified Date : 2019-09-22 11:32:34

 ધાનેરા તાલુકાના વાલેર ગામમાં ૩ દિવસ પહેલાં કરેલ દુષ્કર્મની ઘટનામાં ધાનેરા
પોલીસે માત્ર છેડતીની ફરિયાદ નોંધતા પીડિતાએ મીડિયા સમક્ષ ધાનેરા પોલીસનો છુપાયેલા ચહેરાને સામે લાવ્યો હતો.
વાલેર ગામમાં ૧૪ વર્ષિય કિશોરી ઘેર એકલી હોવાથી ગામના જ સોહનજી ઠાકોરે બાજુમાં બોલાવીને દુષ્કર્મ કર્યુ હતુ જેની વાત કિશોરીએ માં બાપને કરતા તેઓ ધાનેરા
પોલીસ મથકે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની વાત કરી હતી પણ ધાનેરા પોલીસે દુષ્કર્મની જગ્યાએ છેડતીની ફરિયાદ લીધી હતી. પીડિતા અને એના માં બાપે મીડિયાને જણાવ્યું હતું કે ધાનેરા પોલીસ અમને દુષ્કર્મની ફરિયાદ ન નોંધાવવાની ધમકી આપી રહી છે વારંવાર ઘેર આવીને ધમકી આપીને ખોટું નિવેદન આપવા કહી રહી છે.
ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઠાવોની વાત કરી રહી છે અને અહીંયા કાયદાના રક્ષક ધાનેરા પોલીસ આરોપીને બચાવવા ધમકી આપી રહ્યા છે. શું આ છે દિકરીની ગતિશીલ ગુજરાતની તાસીર. ધાનેરા પોલીસ ફરિયાદીની ફરિયાદ લેવાની જગ્યાએ ધમકી આપી રહી છે. ત્યારે આવા પોલીસ અધિકારીને કેટલા દિવસ  બનાસકાંઠા એસ.પી. સાચવશે એ પણ એક સવાલ ઉભો થયો છે.
આ ઘટનાને લઈ મીડિયા
પણ સવાલ કરી રહ્યુ છે કે
પીડિતાના કહેવા મુજબ ફરિયાદ કેમ ન લેવાય..?
પીડિતાને ધમકી આપવાનો હક ધાનેરા પોલીસને કોને આપ્યો ? વાલેરના બીટ જમાદાર  સમાધાન કરાવવામાં કેમ રસ દાખવે છે ? મસમોટી વાતો કરતી ધાનેરા પોલીસ  પીડિત
પરિવાર સાથે કયા ભવનો બદલો લે છે ? આમ અનેક સવાલો વચ્ચે ધાનેરા પોલીસની કામગીરી બાબતે શંકા ઉભી થઇ છે. બીજી તરફ પીડિત
પરિવારે આ બાબતે બનાસકાંઠા એસપી અને મહિલા આયોગ સુધી ધાનેરા
પોલીસ વિરુદ્ધ રજૂઆત કરવાની તૈયારી કરી છે. ત્યારે ધાનેરા પોલીસ પોતાની ઇમેજ બચાવવા હવે કઈ રીતે કામ લે છે એ તો આવનારો સમય જ બતાવશે કે પછી બનાસકાંઠા એસ.પી. ધમકાવશે ત્યારે જ ધાનેરા પોલીસની શાન ઠેકાણે આવશે.

Download Our B K News Today App



Related News