રંઘોળામાં પગપાળા જતાં આધેડ પર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું : મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-10 17:59:05
  • Views : 52
  • Modified Date : 2025-05-10 17:59:05

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે પગપાળા જઈ રહેલા આધેડને ટ્રક અડફેટે  ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતું. 

અકસ્માતની ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર ઉમરાળા તાલુકાના રંઘોળા ગામમાં રહેતા ધીરુભાઈ કરશનભાઈ ડાંગર ( ઉં.વ. ૪૮) ગત ગુરૂવારે સાંજે રંઘોળા ગામમાં આવેલ નાની મઢુલી પાસે રોડ પર ચાલીને જતા હતા તે દરમિયાન ભાવનગર તરફથી આવી રહેલા એસએમએલ ટ્રક નં.જીજે.૦૩. બીટી.૦૮૩૫ના ચાલકે પોતાનો ટ્રક બેફિકરાઈથી ચલાવી ધીરૂભાઈને અડફેટે લીધા હતા. અક્સમાત એટલો ગમ્ખવાર હતો કે,ટ્રકનું વ્હીલ ધીરૂભાઈ ઉપર ફરી વળતાં તેમને ગંભીર હાલતે સારવાર અર્થે ઉમરાળા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે મૃતકના ભાઈ રઘુભાઈ કરશનભાઈ ડાંગર ( રહે. રંધોળા તા. ઉમરાળા ) એ ટ્રકના ચાલક વિરૂદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 

Download Our B K News Today App



Related News