ગાંધીનગર મહાનગરપાલિકામાં દિલફેંક અધિકારીઓ સામે રોષ ભભૂક્યો મહિલા મેયરના શાસનમાં જ મહિલાઓ અસુરક્ષિત ઃ કોંગ્રેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 11:28:03
  • Views : 302
  • Modified Date : 2020-12-15 11:28:03

ગુજરાતમાં એક સમયે મહિલાઓની સુરક્ષા માટે ઉદાહરણ તરીકે લેવામાં આવતું હતું પરંતુ ગાંધીનગર કોર્પોરેશનમાં છેલ્લા બે મહિનામાં બનેલા કિસ્સાઓથી ગાંધીનગરમાં એક ધબ્બો લાગી ગયો છે. મનપાના અધિકારીઓ દ્વારા મહિલાઓને કામના બહાને
પોતાની જેલમાં બેસાડી જાતીય સતામણી છેડતી કરવામાં આવતી હોવાની રજૂઆત અને ફરિયાદ ઉચ્ચ કક્ષાએ પહોંચી છે ત્યારે
કોર્પોરેશન માટે આ એક શરમજનક ઘટના બની છે. મહિલા કર્મચારીઓ પોતાની બદલી અને બચવા માટે અવાજ ઉઠાવી શકતી નથી.
ગાંધીનગર કોર્પોરેશનમાં થોડા સમય અગાઉ મહિલાની છેડતી બાબતે કમિશનર મેયર સુધી રજૂઆત કર્યા હોવાની વિગત બહાર આવી હતી. જે બાદ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે સવાલ ઉઠયા છે કે મહિલા મેયરના સાસનમાં જ
કોર્પોરેશનમાં જ મહિલાઓ સુરક્ષિત રહેતા અનેક સવાલો ઉભા થયા છે. એક બાજુ રાજ્ય સરકાર મહિલાઓની સુરક્ષાને વાર્તાઓ કરે છે ત્યારે બીજી બાજુ છેડતીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. આવા દિલફેક અધિકારીઓ સામે તંત્ર શા માટે પગલાં લેતું નથી ? તે એક આશ્ચર્યજનક ઘટના છે ગાંધીનગર મનપામાં કમિશનર પણ મહિલા છે અને મેયર પણ મહિલા છે ત્યારે પાલિકાની
પોતાની દીકરી ઉપર આવી છેડતીની ઘટના બનતા ચારે કોર ફિટકાર જાેવા મળી રહ્યો છે. આવા કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી વિરોધ
પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા દ્વારા રજુઆત કરવામાં આવી હતી.
 અગાઉ પણ મનપાની અંદર આવો કિસ્સો બનવા
પામ્યો હતો જે પણ દબાવી દેવામાં આવ્યો હતો ત્યારે ફરીથી આ ઘટના બનતા તંત્ર દ્વારા કોઈ
પગલાં ન લેતા ફરીથી આ કિસ્સાને દબાઈ દેવાના પ્રયાસ
પાલિકા કરી રહી હોય તેવી કોંગ્રેસ દ્વારા આરોપ લગાવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News