કોરોના વોરિયર્સ પોલીસ અધિકારી કર્મચારીઓનું મેયરના હસ્તે સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 11:14:44
  • Views : 295
  • Modified Date : 2020-12-29 11:14:44

વૈશ્વિક મહામારી કોરોના સામેની લડતમાં ગાંધીનગર પોલીસ દ્વારા મહત્વનું યોગદાન
આપવામાં આવ્યું છે. ત્યારે મેયર રીટાબેન પટેલ દ્વારા સોમવારે જિલ્લા પોલીસ મથક પર પહોંચીને પોલીસ અધિકારી, કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ડીવાયએસપી સોલંકી તથા રાણા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મેયરએ પોલીસની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે કોરોના કાળમાં જાહેર આરોગ્ય સુરક્ષાની જાળવણી માટે પોલીસ જવાનો દ્વારા
પરિવારની પણ પરવાહ કર્યા વગર દિવસ રાત ફરજ બજાવવામાં આવી હતી.
મેયરએ જણાવ્યું કે, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ ગરમી, વરસાદ અને ઠંડી જાેય વગર ખંતપૂર્વક બજાવેલી ફરજના કારણે લોકડાઉન પછીના દિવસોમાં ગાંધીનગરમાં દર્દીઓની સંખ્યા તબક્કે શુન્ય પર આવી ગઇ હતી. પરંતુ અમદાવાદ સાથે સીધા જાેડાણના કારણે બીજા તબક્કામાં ગાંધીનગરમાં પણ કેસ વધ્યા હતા. આવી કપરી ફરજ બજાવવા દરમિયાન ઘણા પોલીસ જવાનો પણ સંક્રમિત થવા છતાં સાજા થઇને પરત ફરજ પર હાજર થયા છે. પરિણામ એ આવ્યુ કે આમ જનતાના મુખે પણ
પોલીસની ફરજની પ્રશંસા થઇ છે.

Download Our B K News Today App



Related News