ગાંધીનગરમાં કોરોના રસીની ટ્રાયલ રનનું મેયર દ્વારા નિરિક્ષણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:59:07
  • Views : 253
  • Modified Date : 2020-12-30 11:59:07

કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા પ્રમાણે કોરોના વાઇરસ વિરોધી રસીકરણ સંબંધમાં ગાંધીનગરમાં ટ્રાયલ રનનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે નગરના પ્રથમ નાગરિક એવા મેયર રીટાબેન
પટેલ સેક્ટર ૨ના અર્બન સેન્ટર પર રૂબરૂ પહોંચ્યા હતાં અને તબિબો પાસેથી રસીકરણ સંબંધમાં માહિતી મેળવવાની સાથે સમગ્ર પ્રક્રિયાનું નિરિક્ષણ કર્યુ હતું.
મેયર રીટાબેન પટેલે કોરોના રસીકરણ માટે કરવામાં આવેલા આયોજન અને વ્યવસ્થાપન અંગે સંતોષ વ્યક્ત કરવાની સાથે રસી લેનારા નાગરિકોએ શું ધ્યાન રાખવાનું છે, તેની માહિતી મેળવી હતી. ઉપરાંત રસી લેનારા વ્યક્તિઓની તંત્ર દ્વારા શું સંભાળ અને દરકાર લેવામાં આવશે તે બારામાં પણ રોજેરોજની માહિતી મેળવી હતી. તેમની સાથે મહાનગર
પાલિકાના મેડિકલ ઓફસિર ડૉ. કલ્પેશ ગોસ્વામીએ ઉપસ્થિત રહીને માહિતી આપી હતી.

Download Our B K News Today App



Related News