સેક્ટર ૨૨માં મનપા દ્વારા ડામર રોડ નવીનીકરણ શરૂ ઃ મેયરે સ્થળ મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:23:50
  • Views : 274
  • Modified Date : 2021-02-07 12:23:50

ગાંધીનગર મહાનગર
પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ અત્યાર સુધી તંત્ર દ્વારા નાણા ચૂકવીને રોડના નવીનીકરણની કામગીરી
પાટનગર યોજના વિભાગ મારફત કરાવવામાં આવતી હતી. સ્માર્ટ સિટી અંતર્ગત હવે મહાનગર પાલિકા દ્વારા જ પ્રથમવાર સેક્ટર ૨૨માં
પંચદેવ મંદિર પાસેથી રસ્તાના નવીનીકરણની કામગીરીની શરૂઆત શનિવારે કરવામાં આવી છે. ત્યારે મેયરશ્રી રીટાબેન પટેલ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મેયરશ્રી દ્વારા અધિકારીઓ સાથે વાત ચીત કરવાની સાથે મહાનગર પાલિકા દ્વારા જાતે જ કામ હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે કામની ગુણવત્તા જળવાઇ રહે તે બાબત ખાસ જાેવાની સુચના આપી હતી. ડામર રોડના નવીનીકરણની આ કામગીરી ટુંક સમયમાં
પૂર્ણ કરાશે તેમ મેયરએ જણાવ્યુ હતું.

Download Our B K News Today App



Related News