કાંકરેજ(તા)ના એસ.ટી બસ સેવાથી વંચિત ગામડાની કન્યાઓ અભ્યાસ છોડવા મજબૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-12 10:41:43
  • Views : 489
  • Modified Date : 2019-06-12 10:41:43

કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી તેમજ અનેક ઉત્સવો પાછળ મોટી-મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે.જેના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.દેશમાં તેમજ રાજ્યમાં બુલેટ તથા મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.જ્યારે તેની સામે રાજ્યના બ.કાં જિલ્લાના 

કાંકરેજ(તા)ના ૧૦૮ થી વધુ ગામડાઓ આવેલા છે.જેમાંના ૬૦ ટકાથી વધુ ગામડાઓમાં વસતા નાગરીકોને એસ.ટી બસ જેવી સામાન્ય સુવિધાઓ પણ મળવા પામતી નથી.જેના કારણે ગામડામાં રહેતી કન્યાઓ તેમજ વિધાર્થીનીઓને પોતાના અભ્યાસ તેમજ કામઅર્થે બહાર જવા-આવવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તેવામાં તા.૧૦-૬-૧૯થી નવા શૈક્ષણિક સત્રનો શુભારંભ થયો છે.જેમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારની કન્યાઓને અભ્યાઅર્થે મફત એસ.ટી પાસ આપવાની યોજના અમલમા મૂકેલ છે.તેવામાં કાંકરેજ(તા)ના ઇન્દ્રમણા, રૂવેલ, નેકોઇ, રતનગઢ, નાનજામપુર,વાલપુરા,ભદ્રેવાડી,રૂની,નવા નેકારીયા, 

અણદપુરા, માંડલા, ઇસરવા સહિતના અનેક એવા ગામડાઓ આવેલા છે.જ્યાં છેલ્લાં ૭ દાયકાથી એસ.ટી બસની સુવિધાથી સ્થાનિક પ્રજા વંચિત જાવા મળી રહી છે.

આમ એસ.ટી બસના અભાવથી કન્યાઓ તથા વિધાર્થીઓને ખાનગી 

વાહનોમાં ગેટાં બકરાની જેમ જવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે.જેના કારણે કન્યાઓને અસલામતી પણ જાવા મળી રહી છે.આ આવનારા સમયમાં આવનાર કન્યા કેળવણી મહોત્સવ પહેલાં આ વિસ્તારના નાગરીકોને એસ.ટી બસ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.


Download Our B K News Today App



Related News