મેટ્રો રેલ પ્રોજેક્ટના IAS સંજય ગુપ્તાની કેમ્બે હોટેલ વેચાઈ, વડોદરાના એક્સપ્રેસ ગ્રુપે ખરીદી 7 હોટેલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 15:03:00
  • Views : 1463
  • Modified Date : 2020-12-29 15:03:00

    અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટના વિવાદમાં ફસાયેલા ગુજરાતના IAS અધિકારી સંજય ગુપ્તાની નિસા ગ્રુપની 7 કેમ્બે હોટલો વડોદરાના હોટેલ ગ્રુપ એક્સપ્રેસ ગ્રુપે ખરીદી લીધી છે. સોદો પૂરો કરવા એક્સપ્રેસ ગ્રુપ નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. આ સોદાથી એક્સપ્રેસ ગ્રુપની રૂમોની ક્ષમતામાં 800 રૂમ્સનો વધારો થશે. આ નવી કેમ્બે હોટલો ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં અને રાજસ્થાનમાં નિમરાણા, ઉદેપુર અને જયપુરમાં આવેલી છે.અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટના પૂર્વ ચેરમેન અને વિવાદાસ્પદ પૂર્વ IAS સંજય ગુપ્તા નિસા ગ્રુપની કેમ્બે હોટલોનો માલિક હતો. તેની સામે 2017માં મની લોન્ડરિંગનો કેસ થયો હતો જે અંતર્ગત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 2019 તેની રૂ. 36 કરોડની સંપત્તિઓ જપ્ત કરી હતી.

Download Our B K News Today App



Related News