ગુજરાતમાં હવામાન વિભાગની વરસાદની આગાહી, બે જિલ્લામાં ઓરેન્જ, ત્રણમાં યલો એલર્ટ જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-26 18:50:43
  • Views : 50
  • Modified Date : 2025-05-26 18:50:43

કેરળમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રી બાદથી હવે દેશના વિવિધ રાજ્યોમાં ચોમાસાના આગમનની ધીમે ધીમે શરૂઆત થવા લાગી છે. ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ મોનસૂનની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત થઇ ચૂકી છે. આ સાથે મુંબઈમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામવાનું શરૂ થઇ ગયું છે. ત્યારે ગુજરાતના હવામાન વિભાગે ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ પવન સાથે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે.  

વલસાડ અને નવસારીમાં 41 થી 60 ની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા 

હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે 41 થી 60ની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. બીજી બાજુ પવન સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 

5

3 જિલ્લામાં યલ્લો એલર્ટ 

સુરત, તાપી અને ડાંગ જિલ્લાની વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગે અહીં પવન સાથે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે સુરતમાં ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે જેના લીધે તંત્રની પોલ પણ ખુલી ચૂકી છે. 

Download Our B K News Today App



Related News