વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી, જુઓ ગુજરાતમાં કઈ તારીખથી ચોમાસું બેસી જશે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-29 16:05:15
  • Views : 442
  • Modified Date : 2022-05-29 16:05:15


વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી, જુઓ ગુજરાતમાં કઈ તારીખથી ચોમાસું બેસી જશે ?


 


ઉનાળાની ગરમી વચ્ચે રાજ્યમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી જોવા મળી રહેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, 'ગુજરાતમાં ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીથી વાતાવરણમાં પલટો આવશે. લોકોને ગરમીથી રાહત મળશે પરંતુ ઉકળાટ યથાવત રહેશે.' હવામાન વિભાગે માછીમારોને દરિયો ખેડવાની પણ સૂચના આપી છે. તેમજ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરી છે. સાથે પવનની ગતિમાં પણ વધારો થઈ શકે છે.


 


ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે


બીજી બાજુ તાજેતરમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઇને મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં કહેવાયું કે, કેરળમાં 3 દિવસ પહેલાં ચોમાસું બેસશે. આજથી કેરળમાં ચોમાસાએ પ્રવેશ કરી દીધો. સત્તાવાર રીતે હવામાન વિભાગની ચોમાસાને લઈ મહત્વની જાહેરાત કરાઇ છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન વચ્ચે ચોમાસું બેસી શકે છે.


રાજ્યના 10 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી નીચે ચાલ્યું ગયું


હવામાન વિભાગે જણાવ્યું કે, 'નૈઋત્યનું ચોમાસું કેરળથી માત્ર 2થી 3 દિવસ દૂર છે. જ્યાર બાદ ચોમાસાનું આગમન થશે અને ગુજરાત તરફ પ્રયાણ કરશે. સાથે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં ગરમીમાં ઘટાડો નોંધાયો છે. 10 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી નીચે ચાલ્યું ગયું છે. માત્ર ચાર શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર છે. જ્યારે અમદાવાદમાં આજ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ક્યારેક તડકો આવે તો ક્યારેક તડકો ચાલ્યો જાય છે.


ગુજરાતમાં 15 જૂનથી નિયમિત ચોમાસું શરૂ થવાની સંભાવના: અંબાલાલ


ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ગઇ કાલે વરસાદને લઇને આગાહી કરી છે. અંબાલાલની આગાહી અનુસાર, તારીખ 10 જૂન સુધીમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. સાથે ગુજરાતમાં 15 જૂનથી નિયમિત ચોમાસું શરૂ થવાની સંભાવના છે. 3 જુલાઈના રોજ ગુજરાતમાં સારા વરસાદની આગાહી છે. સાથે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના અરવલ્લી, દક્ષિણ ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં 40 ઈંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. સાથે જૂન મહિનામાં ગુજરાતના કેટલાભ ભાગોમાં 6 ઈંચ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. ઉપરાંત જુલાઈ મહિનામાં 12 ઈંચ વરસાદ થવાની શક્યતા છે. સાથે દક્ષિણ ગુજરાતમાં ઓગષ્ટ મહિના દરમિયાન 8 ઈંચ વરસાદ થવાની સંભાવના છે.


 


 


Download Our B K News Today App



Related News