ગુજરાતમાં આજે છૂટોછવાયો વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-31 12:00:40
  • Views : 318
  • Modified Date : 2022-07-31 12:00:40


હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં અમદાવાદ, આણંદ, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી બાજુ વડોદરા, સુરત અને ડાંગમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં પૂર્વ અમદાવાદમાં શનિવારની સવારના 6 વાગ્યા સુધીમાં ચકુડિયા અને રામોલમાં ૨.૫ મિ.મી., મણિનગરમાં ૧૧ મિ.મી., ઓઢવમાં ૪.૫ મિ.મી., વિરાટનગરમાં ૧.૫ મિ.મી. તેમજ વટવામાં ૧ મિ.મી.વરસાદ પડ્યો હતો. શુક્રવારની રાત્રે 10 વાગ્યે વરસાદી છાંટા પડવાના શરૂ થયા હતા.


મહત્વનું છે કે, છેલ્લા ચારેક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચેક દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત છે. પરંતુ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં છુટાછવાયા ઝાપટા પડી શકે છે.


આ સાથે રાજ્યમાં તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસશે. એ સિવાય કચ્છ, પોરબંદર અને જૂનાગઢમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

 

Download Our B K News Today App



Related News