બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી : અધિકારીઓ ને પરવાનગી સિવાય હેડ કવાર્ટર ન છોડવા માટેનો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-21 12:14:18
  • Views : 449
  • Modified Date : 2022-07-21 12:14:18


ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેને પગલે ડીસા મામલતદારે તાલુકાના અધિકારીઓને પરવાનગી સિવાય હેઠળ છોડવા માટેનો આદેશ કર્યો છે, તેમજ ભારે વરસાદને પગલે કોઈ જાનહાની કે જાનમાલને નુકસાન થાય તો તાત્કાલિક તપાસ કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવા લેખિત જાણ કરી છે


બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહી : અધિકારીઓ ને પરવાનગી સિવાય હેડ કવાર્ટર છોડવા માટેનો આદેશ


હવામાન વિભાગ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.ત્યારે ભારે વરસાદ કારણે અન્ય જીલ્લાઓ ની જેમ અહીં વધુ નુકશાન થાય તે માટે જિલ્લા નું વહીવટીતંત્ર પણ એલર્ટ થયુ છે ભારે વરસાદને લઈ કોઈ મોટી હોનારત સર્જાય તે માટે ડીસા મામલતદારે તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર , પી આઈ , બ્લોક હેલ્થ ઓફિસર ના સહિત અધિકારીઓ ને પરવાનગી સિવાય હેડ કવાર્ટર છોડવા માટેનો આદેશ કર્યો છે અને ભારે વરસાદ થી કોઈ જગ્યાએ જાનહાની કે નુકસાન થાય તો તરત ટિમ સાથે જઇ સ્થળ તપાસ કરી નિયમો અનુસાર આગળની કાર્યવાહી કરવા માટે લેખિત જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ડીસા માં સિઝનનો 34.47 % વરસાદ નોંધાયો છે અને હજુ વધુ સારો વરસાદ થાય અને પાણી ના તળ ઊંચા આવે તેવી ખેડૂતો આશા રાખીને બેઠા છે . . . .


Download Our B K News Today App



Related News