હવામાન વિભાગે ચોમાસાને લઈને ખેડૂતોને આપી ખુશખબર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-02 17:44:26
  • Views : 64
  • Modified Date : 2024-06-02 17:44:26

 હવામાન વિભાગ દ્વારા જૂન મહિનાની શરુઆતે જ સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે ચોમાસાને લઈને ખેડૂતોને માટે ખુશખબર આપી છે કે, રાજ્યમાં ચોમાસુ સારુ રહેશે. રાજ્યમાં બે દિવસ વહેલું ચોમાસું આવી શકે છે. બે દિવસ વહેલા ચોમાસું ગુજરાતમાં પહોંચી શકે છે.આગાહીનુસાર રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. ખેડૂતોને માટે મોટા સમાચાર આપતા કહ્યુ છે કે, આગામી સપ્તાહથી જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થઈ જશે. આગામી દિવસોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આમ હવે ચોમાસાને લઈ સારા સમાચાર સાથે જ હવે વરસાદની રાહ જોવામાં આવે એ પહેલા જ વરસવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

Download Our B K News Today App



Related News