ઢીમામાં રામજી મંદિરે અને દ્વારિકાધીશ મંદિરે અન્નકૂટ દર્શનમાં માનવ મહેરામણ ઉમટ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 11:33:24
  • Views : 512
  • Modified Date : 2019-11-13 11:33:24

સરહદી વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ધરણીધર ધામ ખાતે કાર્તિક સુદ પૂર્ણિમાએ શ્રીરામ આશરા અન્નક્ષેત્ર ટ્રસ્ટ સંચાલિત રામજી મંદિરે અને સમસ્ત દરજી સમાજ દ્વારા દ્વારિકાધીશ ભગવાન અને
પીપાજી ભગવાનને વિવિધ પ્રકારની વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. તો મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર
પીપાજી મંદિરે પચીસ વર્ષથી અન્નકૂટ ધરાવાય છે. હિંદુ ધર્મમાં અને શાસ્ત્રોમાં અન્નકૂટનું ખુબ જ મહત્વ રહેલું છે. ત્યારે
કાર્તિકેય પૂર્ણિમાએ હિંદુ, શીખ અને જૈન સાંસ્કૃતિક ઉત્સવ છે જે ભારતમાં નવેમ્બર અથવા ડિસેમ્બરમાં પૂર્ણ ચંદ્ર દિવસ
(પૂર્ણ ચંદ્ર) અથવા પંદરમા ચંદ્ર દિવસે ઉજવવામાં આવે છે. અન્નકૂટ (અન્નાનું સંસ્કૃતમાં ભોજન), દેવતાઓને ભોજનનો ઉપહાર, મંદિરોમાં અર્પણ તરીકે અર્પણ કરવામાં આવે છે, (સંસ્કૃતમાં શાબ્દિક 'ભગવાનની દયા') શાકાહારના આનંદ સિધ્ધાંતનો સમાવેશ કરે છે. તે અનાજ, શાકભાજી, લીલીઓ, ડેરી ઉત્પાદનો, બદામ અને ફળોમાંથી તૈયાર કરવામાં આવે છે.
સંયુક્ત અને સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓમાં રૂપાંતરિત આ પ્રસાદ કર્મ (પ્રતિક્રિયાઓ)થી મુક્ત છે, ઇન્દ્રિયોને સંતોષે છે, આરોગ્ય સુધરે છે અને આયુષ્ય વધારે છે. બધા લોકો ખાઈ શકે છે.
શ્રી દ્વારિકાધીશ ભગવાન મંદિરે અન્નકૂટ ચૌહાણ દિનેશભાઈ મઘાજી, ગંગારામભાઈ માનસેંગભાઈ સોલંકી દ્વારા ભોજનપ્રસાદ આપવામાં આવ્યો હતો. ત્યારે મંદિર ટ્રસ્ટી મફાભાઈ દરજી (અમદાવાદ)અને દિપકભાઈ દરજી (અમદાવાદ) દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News