ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ મેલડી માતાજીના મંદિરે મેલડી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-29 12:02:21
  • Views : 237
  • Modified Date : 2022-06-29 12:02:21

 ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ મેલડી માતાજીના મંદિરે મેલડી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ

 

ડીસા તાલુકાના ઝેરડા ગામે આવેલ મેલડી માતાના મંદિરે ગ્રામજનો દ્વારા મેલડી માતા ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી માતાજીની ભક્તિમાં રંગાયા હતા

 

 હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનો એક અનેરૂ મહત્વ રહેલું છે આજે પણ હિન્દુ ધર્મના લોકો હિન્દુ દેવી-દેવતાઓમાં અનોખી આસ્થા રાખે છે. જે અંતર્ગત દર વર્ષે હિન્દુ ધર્મના દેવી-દેવતાઓની અનોખી પૂજા-અર્ચના કરવામાં આવતી હોય છે જે અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ મેલડી માતાના મંદિરે ગ્રામજનો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી આસેડા ગામે ગ્રામજનો દ્વારા મેલડી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત આજે ગ્રામજનો દ્વારા મેલડી માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતમાં કાર્યક્રમનું આયોજન અવાયું હતું.આસેડા ગામે યોજાયેલ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો દ્વારા મેલડી માતાનું મંદિર શણગારવામાં આવ્યું હતું.અને ભક્તો દ્વારા મંદિરમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી ડીસા તાલુકાના આસેડા ગામે મેલડી માતાના મંદિરે યોજાયેલ કાર્યક્રમને લઇ આસેડા સહિત આજુબાજુના ગામોમાંથી અનેક લોકો જોડાઈ માતાજીની ભક્તિમાં જોડાયા હતા

Download Our B K News Today App



Related News