સિધ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના ભાતીગળ લોક મેળાને ખુલ્લો મુકાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-12 12:34:07
  • Views : 444
  • Modified Date : 2019-11-12 12:34:07

સિધ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો ભવ્યાતિ ભવ્ય કાત્યોકના મેળોનો આજથી પ્રારંભ થયો છે. સાત દિવસ ચાલતા આ મેળામાં ૧૦ લાખથી વધુ લોકો ઉમટી પડશે જેને લઈને તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ છે. ત્યારે  સાંજે
સિદ્ધપુરમાં પરંપરાગત રીતે ભરાતા કાર્તિક પૂર્ણિમાના લોકમેળાનું પ્રખર અર્થશાસ્ત્રી માનનીય ડો.જયનારાયણ વ્યાસ તેમજ જી.આઈ.ડી.સી. ચેરમેન  બલવંતસિંહ રાજપૂત દ્વારા ઉદ્દઘાટન કરી પ્રજાજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યો.
આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અજીતભાઇ મારફતિયા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન
પંડ્‌યા, ઉપપ્રમુખ ક્રિષ્નાબેન
ઠાકોર સિધ્ધપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, મનીષભાઈ આચાર્ય, શંભુભાઈ દેસાઈ, કોર્પોરેટરો, સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં શહેરી અને
આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રધ્ધા, ભકિત અને ઉલ્લાસના ત્રિવેણી સંગમ સરખા કાર્તિકી લોકમેળામાં સાત દિવસની પ્રાસંગિકતા વચ્ચે આઠથી દસ લાખ ભાવિકોની આવન-જાવન અને ઉપસ્થિત હોય છે. માતૃતર્પણ તીર્થ તરીકે સિધ્ધક્ષેત્રે સિધ્ધપુરની ખ્યાતિ છે. સિદ્ધપુરના સરસ્વતી નદીના કાંઠે અનેક દેવ-દેવતાના મંદિરો આવેલા છે. આ મેળાને ભવ્યાતિ ભવ્ય રૂપ આપવા સિદ્ધપુર પાલિકા દ્વારા કાર્તિકી પૂર્ણિમાના મેળાનું સુંદર આયોજન કરેલ છે. સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખની રાહબરી હેઠળ કર્મચારી સહિત ઉપÂસ્થત રહી કાત્યોકના લોક મેળાનું સુંદર સંચાલન હાથ ધરાયું છે.

Download Our B K News Today App



Related News