વડગામ તાલુકાના મગરવાડા ગામે પાંચમ નિમિત્તે મેળો ભરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-04 12:29:18
  • Views : 498
  • Modified Date : 2019-10-04 12:29:18

વડગામ તાલુકાના મગરવાડા ગામે મણીભદ્રવિર દાદાના મંદિરે આસો સુદ
પાંચમના દિવસે મેળો ભરાયો હતો. જેમાં દૂર ભાવિક ભક્તો હાજર રહી વિરદાદાના દર્શન કરી ચોખ્ખા ઘીની આહુતિ
આપવામાં આવી હતી.
વડગામ તાલુકાના મગરવાડા ગામે વિર દાદાનું  ઐતિહાસીક પ્રાચીન મંદિર આવેલુ છે. કહેવાય છે કે વિર દાદાના દર્શન માત્રથી દાદા પાસે માગેલી તમામ મનોકામના પૂર્ણ થાય છે. જેથી આ મંદિરે દૂર-દૂરથી ભાવિક ભક્તો વિર દાદાના દર્શન કરવા માટે આવે છે. જેમાં આસો સુદ પાંચમના દિવસે મગરવાડા વિર દાદાના મંદિરે ભવ્ય મેળો ભરાય છે આ દિવસે હવન  યોજવામાં આવે છે. તેજ રીતે  પાંચના દિવસે મેળો ભરાયો હતો અને
દૂર-દૂરથી ભાવિક ભક્તો આવ્યા હતા.  વિરદાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ આજુબાજુના ગામલોકો પોતાના પશુઓનું ચોખ્ખુ ઘી લઇ હવનમાં આહુતિ આપી હતી. આ હવનમાં મોટા પ્રમાણમાં ઘીની આહુતિ  આપવામાં આવે છે. તેમજ મગરવાડા ગામનો વ્યક્તિ બહાર રહેતો હોય તો પણ મેળાના દિવસે મગરવાડા વિર દાદાના દર્શન કરવા માટે આવે છે. અને દાદા તેમની મનોકામના પૂર્ણ કરે છે.તેમજ મેળામાં ચગડોળ સહિત રમત ગમતની વસ્તુઓના સ્ટોલ પણ લગાવવામાં આવતા લોકોએ ખરીદી કરી આનંદ માણ્યો હતો.

Download Our B K News Today App



Related News