ડીસાના મેલડી માતાના મંદિરે હવનનું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 06:56:12
  • Views : 464
  • Modified Date : 2019-04-12 06:56:12

દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ આઠમને તારીખ ૧૩-૪-૨૦૧૯ના રોજ ડીસા શહેરના ટેકરા વિસ્તારમાં આવેલ ટેકરાવાળી મેલડી માતાજીના મંદિરે ભોજનપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.જે હવે બપોરે ૧૨ઃ૩૦ થી ૪ઃ૩૦ સુધી કરાશે. ત્યારબાદ સાંજે ૪ઃ૩૦ કલાકે હવનનું શ્રીફળ હોમવામાં આવશે. ત્યારબાદ સાંજે ૫ઃ૦૦ વાગ્યે માતાજીને નેજુ ચડાવવામાં આવશે. અને સાંજે ૫ઃ૧૫ કલાકે મહાઆરતી યોજવામાં આવશે.આમ આ પ્રસંગે એક ચમત્કાર પણ જોવા મળશે. જેમાં ગરમા ગરમ તેલમાં પૂરી નાખીને હાથથી બહાર કાઢવામાં આવે છે, જેને જોવા માટે ભાવિક ભકતોનો મેલડી માતાજીના મંદિરે ઘસારો જોવા મળતો હોય  છે.આમ સમગ્ર પ્રસંગના અંતમાં સાંજે ૭ઃ૩૦ કલાકે દરેક જ્ઞાતિના ભક્તોને પ્રસાદનો લાભ આપવામાં આવતો હોય છે.

 

Download Our B K News Today App



Related News