અમીરગઢ તાલુકાના શિવાલયોમાં મેળાવડા કરવા પર તંત્રની રોક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:58:37
  • Views : 528
  • Modified Date : 2020-07-29 11:58:37

અમીરગઢ તાલુકામાં આવેલા શિવાલયોમાં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોનો મેળાવડો રહે છે. જોકે કોરોના સંક્રમણને અટકાવવા માટે તંત્ર દ્વારા આ ધાર્મિક મેળાવડા પર રોક લગાવવા અપીલ કરાઈ છે.
જિલ્લામાં તપો ભૂમિ તરીકે ઓળખાતા અને અમીરગઢ તાલુકાની પર્વત માળા પર બિરાજમાન શિવજીના ચરણોમાં મસ્તક નમાવવા તેમજ આશીર્વાદ મેળવવા શિવભક્તોનું કીડીયારું શ્રાવણ માસ દરમિયાન ઉમટી પડે છે તે ઉપરાંત સોમવારે શિવભક્તોનો મેળાવડો જામે છે. પરંતુ કોરોના મહામારીને લઈ આ તમામ ધાર્મિક શિવાલયોમાં થતા કાર્યક્રમો પર તંત્ર દ્વારા રોક લગાવવાની અપીલ આયોજકો તેમજ મંદિરના પૂજારીઓને કરવામાં આવી છે. અમીરગઢ તાલુકામાં નાના મોટા અંદાજે ૨૫ જેટલા શિવાલયો આવેલા છે. જે તમામ શિવાલયો પર શ્રાવણ માસ દરમિયાન યોજાતા કાર્યક્રમો પર કોરોના સંક્રમણને અટકાવવા મેળાવડો ના કરવા તંત્રએ અપીલ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, અમીરગઢ તાલુકાના શિવાલયોમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભીડ જામે છે અને સોમવારના દિવસે મેળા જેવું આયોજન હોય છે. પરંતુ કોરોના મહામારી અને કોરોના સંક્રમણને અટકાવવા માટે તેમજ સરકારની ગાઈડલાઈનનો અમલ થાત તે હેતુથી તંત્ર દ્વારા રોક લગાવાઈ છે.

Download Our B K News Today App



Related News