ભક્તિ, શક્તિ, શ્રદ્ધાના સંગમનું ઘોડાપુર મીની અંબાજી સણાદર મેળામાં ઉમટયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 12:28:50
  • Views : 417
  • Modified Date : 2019-09-15 12:28:50

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજીમાં મહામેળો યોજાય છે. જે પાંચ દિવસ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ
પગપાળા માતાજી અંબાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે ત્યારે દિયોદરના સણાદર ગામમાં બિરાજમાન માં અંબાજી પણ મીની અંબાજી તરીકે સુપ્રસિદ્ધ થયેલ છે અને વરસો થી ભાદરવા સુદ
પૂર્ણિમાના દિવસે સંખ્યાબંધ
પગપાળા યાત્રાળુઓ આવે તેમ આ વર્ષે પણ મીની અંબાજીમાં ભકિત, શક્તિ, શ્રદ્ધાનું સંગમનું ઘોડાપુર જે શ્રદ્ધાળુઓ ઉમટી
પડયા હતા અને માં અંબાજીના દર્શન કરીને આશિષ મેળવ્યા હતા. ત્યારે દિયોદરની સેવાભાવી સંસ્થાઓ, સામાજીક સંગઠનો થકી અલગ અલગ જગ્યાએ સેવા કેમ્પો યોજાયા હતા અને આવતા પગપાળા યાત્રાળુને ચા, નાસ્તો, મીનરલ પાણી, આરામ કરવાના સેડ ઉભા કર્યા હતા. જે મુજબ થરા શિહોરી તરફથી આવતા યાત્રાળુઓ માટે રાવળ સમાજ દ્વારા સેવા કેમ્પ, દિયોદર સણાદર રોડ પર રાવણા
રાજપૂત સમાજનો સેવા કેમ્પ, બાડમેરા સોની પરિવારનો સેવા કેમ્પ,મહાકાળી સેવા કેમ્પ ઠાકોર પ્રતાપભાઈ કે  જેઓ છેલ્લાં ૧૦ વર્ષ અંબાજી આવતા
પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજે છે. તેમજ ભારત વિકાસ પરિષદનો છેલ્લાં કેટલાંય વારસોથી સેવા કેમ્પ અવિરત પણે ચાલે છે. આ વર્ષે પણ કર્યા હતો. સણાદર ગ્રામજનોએ પણ  યાત્રાળુઓની સેવામાં ખડેપગે સેવાઓ આપી હતી. તેમજ
પોલીસ અને હોમગાર્ડ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ખડેપગે સેવા આપી હતી. તેમજ હજારો સખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું  હતું અને યાત્રાળુઓ દર્શનની સાથે મેળાની પણ મોજ માણી હતી. શાંતિપૂર્ણ માહોલમાં મીની અંબાજી મેળો નિર્વિધ્ને સંપન્ન થયો હતો. આ મિની અંબાજી મેળામાં શક્તિ, ભક્તિ, શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટયું હતું.

Download Our B K News Today App



Related News