કોરોના વાયરસને ફેલાતો અટકાવવા બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટે નિયંત્રણો મૂક્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-25 11:57:49
  • Views : 1112
  • Modified Date : 2020-03-25 11:57:49

હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ આ વાયરસના કેસો નોંધાયેલ છે. જે બાબતે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ -૧૯ને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં તકેદારીના ભાગરૂપે અગાઉ અત્રેના જાહેરનામાથી કેટલાંક નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. જેમાં લોકોની અવર જવરવાળા જાહેર અને ખાનગી સ્થળઓએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સારૂ નીચે મુજબ જણાવેલ વિગતે બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાંક વધારે નિયંત્રણો મૂકવા જરૂરી જણાય છે.
સંદિપ સાગલે, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા
પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમની ક.૩૭(૪) તથા ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ-૧૪૪થી મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લામાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઇ ફરમાવાઇ છે. (૧) સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવેલ તમામ જાહેર સ્થળોએ ખાણીપીણીની તમામ લારીઓ, સ્ટોલ તથા પાન મસાલા, સીગારેટ-બીડીના ગલ્લાઓ, ઠંડા પીણા, સોડા, શેરડી રસ અને જયુસ સેન્ટરો, ચાની કીટલીઓ, રેસ્ટોરન્ટ, ભોજનાલય, મીઠાઈ ફરસાણની દુકાન સદંતર બંધ રાખવા. હોટલ, રેસ્ટોરેન્ટ ડાઈનીંગની સુવિધા આપી શકાશે નહિ, માત્ર પાર્સલ અને હોમ ડિલીવરી સેવા ચાલુ રાખી શકાશે. (૨) જિલ્લા વિસ્તારમાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહિ. (૩) આવશ્યક ચીજ સિવાયની તમામ દુકાનો, શો રૂમ/ શોપીંગ સેન્ટર કે જેમાં પહેરવેશ તમામ પ્રકારની સ્ટેશનરીઓ, ગીફ્‌ટ જેવી ચીજવસ્તુઓ વેચાણ થાય છે તે સદંતર બંધ રાખવા. (૪) તમામ ધાર્મિક સંસ્થાઓ જેવી કે મંદિર, મસ્જિદ, ચર્ચ, અગિયારી, ગુરૂદ્વારામાં ભીડભાડ ન થાય તે અન્વયે રાજય સરકાર દ્વારા આપવામાં આવતી સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવે છે. (૫) શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલ સરકારી તથા ખાનગી હોસ્ટેલ તાત્કાલિક અસરથી બંધ કરવી (૬) બનાસકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા ધાર્મિક મેળાવડાઓ તથા જાહેર અને ખાનગી બાગ બગીચા બંધ રાખવા. (૭) જાહેર રસ્તાઓ ઉપર કોઈ વ્યકિત થૂંકીને કે અન્ય રીતે ગંદકી કરશે અથવા ગંદકી ફેલાવશે તો તેમની પાસેથી નિયમોનુસાર દંડ વસુલ કરવામાં આવશે. (૮) જિલ્લામાં આવેલ કતલખાના તાત્કાલિક અસરથી બંધ કરવા તેમજ માંસના વેચાણ પર પ્રતિબંધ મુકવો. આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા મહેસુલ વિસ્તારમાં લાગુ
પડશે.
આવશ્યક સેવાઓ માટે અપવાદ (૧) આવશ્યક ચીજ વસ્તુઓ, શાકભાજી, ફળફળાદી, કરીયાણું, પ્રોવિઝન સ્ટોર, દૂધ દહીં, છાશનું વેચાણ કરતી ડેરી (૨) મેડીકલ સ્ટોર, દવાખાના/ હોસ્પિટલ, લેબોરેટરી, દવા/મેડીકલ-સાધનોની વેચાણ કરતી કંપનીઓ, આરોગ્યલક્ષી સેવાઓ (૩) વીજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઈન્ટરનેટ, ટેલીફોન તથા આઈ. ટી અને આઈ. ટી. સબંધિત સેવાઓ. (૪) મીડિયા-સમાચાર પત્રો,
 પેટ્રોલપંપ, પીવાનું પાણી પુરી પાડતી સેવાઓ, પાણી પુરવઠા અને ગઠર વ્યવસ્થા તંત્ર (૫) બેંક, એટીએમ, બેંકનું કલીયરીંગ હાઉસ, (૬) તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન, અન્ય અતિ આવશ્યક સેવા તથા વ્યાજબી ભાવની સરકાર માન્ય સેવાઓ. (૭) ખાદ્ય-પદાર્થો તથા ખાદ્ય સામગ્રી, દવાઓ,
પેસ્ટ કંટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા અને તેને લગતુ ઈ-કોમર્સ. (૮) સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરફથી જાહેર હિતમાં કરવામાં આવેલ કોઇપણ કાર્યક્રમો તથા સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં. (૯) આ હુકમ સરકારી ફરજ-સરકારી ઉપરના પોલીસ સહિતના કર્મચારી, અધિકારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો સમયગાળો  તા.૨૩/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૦૩/ ૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી.ક. ૧૮૮ તથા ગુ.પો. અધિ. ક. ૧૩૫ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Download Our B K News Today App



Related News