મહેસાણાનો યુવક કેનેડાના સમુદ્રમાં પગ લપસતા ડૂબ્યો, તો ભાવનગરમાં પશુ ચરાવા ગયેલા યુવકને બળદ પાણીમાં ખેંચી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-13 12:04:24
  • Views : 296
  • Modified Date : 2022-04-13 12:04:24



કેનેડામાં સમુદ્રામાં મહેસાણાના 2 યુવાન ડૂબ્યા

ડૂબી જતા ઝરીન બારોટ નામના યુવાનનુ મૃત્યુ

ભાવનગરની સુકાવો નદીમાં યુવક ડૂબ્યો

ડૂબતાં મોતની 2 ગોઝારી ઘટના ગુજરાતમાં બની છે. પહેલી ઘટના મહેસાણાના બે ભાઇ કેનેડાના સમુદ્રમાં ડૂબ્યા છે જેમાંથી 1નું મોત નીપજ્યું છે તો આ તરફ ભાવનગરની સુકાવો નદીમાં યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે.

કેનેડાના સમુદ્રમાં 2 ભાઈ ડૂબ્યા, 1નું મોત 1 ગંભીર
મહેસાણાના બે ભાઇ કેનેડાના સમુદ્રમાં ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે. ઝરીન બારોટ નામનો યુવક તેના ભાઈ સાથે સમુદ્રની નજીક આવેલી ઊંચાઈ વાળી જગ્યા પર ગયા હતા, જ્યાંથી અચાનક  પગ લપસતા એક ભાઇ સમુદ્રમાં ડૂબ્યો હતો. જેને જોઇ બીજો ભાઈ પણ સમુદ્રમાં કૂદયો હતો અને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનામાં ઝરીન બારોટ નામના યુવકનું સમુદ્રમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે જ્યારે બચાવવા ગયેલ ભાઇની હાલત ગંભીર છે જે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. બનાવની જાણ મહેસાણામાં રહેતા માતા-પિતાને થતાં પરિવાર શોક મગ્ન બન્યો છે. માતા-પિતા કેનેડા જવા રવાના થયા છે

 

ભાવનગરમાં પણ યુવક ડૂબ્યો
તો બીજી તરફ  ભાવનગરની સુકાવો નદીમાં ડૂબી જતા યુવકનું મૃત્યુ થતાં એરેરાટી વ્યાપી છે. પશુ ચરાવા ગયેલા યુવાનનું નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. બળદ યુવકને પાણીમાં ખેંચી જતા તે ડૂબવા લાગ્યો હતો. નાના ભાઈની નજર સામે જ મોટાભાઈનું મોત થયું છે. 

ઉપરોક્ત બંને ડૂબવાની ઘટનામાં એક ભાઈની સામે બીજાનું મોત થયુ છે, 2 ઘટનામાં ડૂબી જવાથી મોતને ભેટલા બંને યુવકોના પરિવાર પર હાલ આફત તુટી પડી છે. ઓચિંતી વિદાયથી સંબંધીઓ પણ શોકમગ્ન છે.

 

Download Our B K News Today App



Related News