મહેસાણા સાંસદ શારદાબેન પટેલ નહીં લડે ચૂંટણી?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-24 08:34:48
  • Views : 63
  • Modified Date : 2024-01-24 08:34:48

મહેસાણાના સાંસદ સભ્ય શારદાબેન પટેલે પોતે આગામી ચૂંટણી માટે ઉમેદવાર નહીં હોવાની વાત કરી છે. આ માટે તેઓએ કહ્યુ છે કે, પોતે હવે ઉંમરના હિસાબથી ટિકિટના માપદંડમાં સમાવેશ થઈ શકે એમ નથી. શારદાબેન પટેલે પાર્ટીના હિતની વાત કરીને સામે ચાલીને ઉમેદવારીની રેસમાંથી હટી જવાની વાત કરી છે. વર્તમાન સમયમાં આઈટી અને ટેક્નોલોજીના જાણકાર લોકોની જરુરીયાત વધારે હોવાનું બતાવ્યુ હતુ.આમ તેઓએ યુવા અને ઓછી ઉંમરના લોકોની વર્તમાન સમયમાં જરુર હોવાની અને તેમને તક મળે એમ કહ્યુ હતુ. તેઓએ બતાવ્યુ હતુ કે, વર્તમાન સમયમાં યંગ બ્લડની જરુરીયાતનો છે. આમ સાંસદ શારદાબેને દેશને માટે હવે યુવાનોને આગળ આવવા અને પોતાની ઉંમરને લઈ હવે ઉમેદવારીથી દુર રહેવાની વાત કરી હતી. જોકે તેઓએ કહ્યુ હતુ કે, પક્ષ જે કહે એમ કરવાનું કહ્યુ હતુ. મહેસાણા લોકસભા બેઠકના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયને ખુલ્લું મુકવા સમયે તેઓએ પોતાની વાત રજૂ કરી હતી.

Download Our B K News Today App



Related News