મહેસાણામાં 8 મહિનાની માસૂમનું એસિડ એટેકમાં મોત, જવાબદાર કોણ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-10 11:47:02
  • Views : 447
  • Modified Date : 2019-10-10 11:47:02

મહેસાણામાં 8 મહિનાની બાળકી પર એસિડ એટેક કરાયો છે. એસિડ એટેક બાદ બાળકીને સારવાર અર્થે ખસેડાઈ હતી જ્યાં તેનું મોત નિપજ્યું છે. હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે પરિવારના જ વ્યક્તિ પર પોલીસને શંકા છે. સાથે જ બાળકી કુપોષિત હોવાનો પણ ખુલાસો થયો છે.

પરિવાર શંકાના દાયરામાં
પોલીસને આ જઘન્ય અપરાધમાં બાળકીના પરિવારમાંથી જ કોઈનો હાથ હોવાની શંકા છે. પરિવારના કોઈ સભ્યએ જ આ અરેરાટી ઉપજાવે તેવું કામ કર્યુ હોવાની શંકા સેવાઈ રહી છે. 

પોલીસે હાથ ધરી તપાસ
હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કર્યો છે. અને પોલીસ PM રિપોર્ટની રાહ જોઇ રહી છે. બીજી બાજુ પોલીસે ગુપ્ત રીતે તપાસ હાથ ધરી છે. તપાસમાં બાળકી કુપોષિત હોવાનુ સામે આવ્યુ છે. માતાને ધાવણ નહિ આવતુ હોવાને કારણે બાળકી કુપોષિત હોવાનું પ્રાથમિક કારણ મળ્યુ છે.  

માસૂમનો શું વાક?
8 મહિનાની બાળકી પર એસિડ અટેક કોણે કર્યો? માસૂમનો શું હતો વાંક હતો? સ્થાનિકોમાં આવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે કે, માત્ર 8 મહિનાની બાળકીએ કોઈનું શું બગાડ્યુ હશે કે માસૂમને આવુ મોત મળ્યુ? 



Download Our B K News Today App



Related News