મહેસાણામાં ધાણી-ખજૂરના ભાવમાં રૂ 20 થી 30નો વધારો થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 12:01:04
  • Views : 407
  • Modified Date : 2020-03-06 12:01:04

હોળી ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મહેસાણાના બજારોમાં ધાણી, ખજૂર, હારડાના વેચાણની ભારે બોલબાલા જોવા મળી રહી છે. જેમાં ધાણી ખજૂરના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂા. ૨૦ થી ૩૦નો ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. આમ ઇરાકથી આયાત કરવામાં આવતી ખજૂરનો જથ્થો ન આવવાના કારણે તેમજ આ વર્ષે સતત વરસેલા વરસાદના કારણે ધાણી અને મકાઇના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું હતું.જેને પગલે ધાણી અને ખજૂરના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હોળીના તહેવારને હવે માત્ર બે દિવસ બાકી રહયા છે. ત્યારે રંગોનું પર્વ એટલે ધુળેટી અને અનિષ્ટોનો નાશ કરતી હોળીના પર્વને લોકો શ્રધ્ધાભેર ઉજવણી કરે છે. જેમાં શહેરના વેપારીઓ દ્વારા હોળીના તહેવારને લઇ બજારમાં ખજુર, ધાણી અને હારડા સહિતનો માલ બજારમાં ખડકી દેવામાં આવ્યો છે.જોકે હાલ તો બજારમાં ઘરાકીની શરૂઆત થઇ ચૂકી છે.આ અંગે રાજમહેલ રોડ પર આવેલી દુકાનમાં હોલસેલ વેપાર કરતા ધર્મેન્દ્રસિંહ રાજપૂત અને રાધનપુર સર્કલ પાસે સીંગચાણાની દુકાન ઘરાવતા ભરતભાઇ પાધ્યાએ જણાવ્યું હતુ કે હોળીના બે દિવસ બાકી હોય ત્યારે ધરાકી ફુલ ઉગડતી હોય છે અને લોકો ખરીદી કરતા હોય છે. પરંતુ ગત વર્ષની સાપેક્ષમાં મકાઇ- જુવાર ધાણી અને ખજૂરમાં કિલોએ ૨૦ થી 30 રૂપિયા સુધીનો ભાવવધારો છે. બાળકો માટે પણ બજારમાં વિવિધ વેરાઇટી સાથેની પિચકારીઓ જોવા મળી રહી છે. આ વખતે બજારમાં દિલ્હીની સ્વદેશી બનાવટની પિચકારીઓની બોલબાલા વધુ જોવા મળી રહી છે. ત્યારે બજારમાં રુપિયા ૨૦ થી લઇને ૫૦૦ રુપિયા સુધીની પિચકારીઓ છે. હોળીના દિવસે લગ્નના પ્રથમ વર્ષ નવયુગલ હોય તે હોળીના દર્શન કરશે. જેમાં પૌરાણિક માન્યતાઓ મુજબ હોળી પ્રગટાવ્યા બાદ  જવાળાઓની દિશા ઊંચાઇ સહિતના આશરો લઇને વરસાદનો વરતારો જોવામાં આવશે. હોળી અને ધૂળેટીના પર્વમાં મકાઇ- જારની ધાણી અને ખજૂરની વિશેષ ખરીદી જોવા મળે છે.પરંતુ  ગત વર્ષની સરખામણીએ ખજૂર, મકાઇ - જુવારની ધાણીમાં કિલોએ ૨૦ થી 3૦ રૂપિયાનો ભાવવધારો થયો છે. આ અંગે રાધનપુર સર્કલ પાસે સિંગચણા દુકાન ઘરાવતા ભરતભાઇ પાધ્યાએ જણાવ્યું હતું કે આ વખતે ચોમાસા દરમિયાન દિવાળી સુધી વરસાદ રહેતા મકાઇ- જુવાર સહિતના પાકોમાં નુકશાની થવા પામી હતી. આથી ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. જેના કારણે બજારમાં મકાઇ અને જુવારની આવક ઓછી હોવાથી આ વખતે મકાઇ- જુવારની ધાણીમાં ભાવવધારો થયો છે. જયારે ઇરાકથી ખજૂરની આયાતમાં ઘટાડો થવાથી ભાવ વધારો થયો છે. શિવરાત્રી બાદ વાતવરણમાં ફેરફાર જોવા મળે છે. પરંતુ વસંતઋતુની સીઝનમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુ જોવા મળી છે. આમ વર્તમાન સમયમાં બેવડી ઋતુને લઇ શરીદી, ખાસી અને કફની બીમારી જોવા મળતી હોય છે. ત્યારે વસંતઋતુમાં ધાણી અને ખજૂરમાં શરદી, ખાસી અને કફની બિમારીને નાથવા માટે ઉત્તમ ઓષધિ તરીકે પણ ગુંણકારી માનવામાં આવે છે. 

Download Our B K News Today App



Related News