ડીસાની એજલ્સ સ્કુલ ખાતે નવરાત્રીના પર્વ પર મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-12 11:21:04
  • Views : 240
  • Modified Date : 2021-10-12 11:21:04

     આજરોજ ડીસાની એજલ્સ સ્કુલ ખાતે શાળા દ્વારા મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.ડીસામાં છેલ્લા કેટલાય વર્ષોથી શાળાઓમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેમાં ખાસ કરીને વુમન એમ્પાવરમેન્ટ ના હેતુ સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં નવરાત્રિમાં અલગ અલગ દિવસો પર નાની બાળકીઓ સાથે અલગ-અલગ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે જે અંતર્ગત આજે નવરાત્રિના છઠ્ઠા દિવસ પર ડીસાની એજલ્સ શાળા ખાતે મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં શાળાની ૪૦થી વધુ વિદ્યાર્થિનીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.વિદ્યાર્થિનીઓએ અલગ અલગ ડિઝાઇનની મહેંદી પોતાના સહાયક વિદ્યાર્થીનીના હાથ પર મૂકી હતી... ત્યારબાદ મહેંદી સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા છોકરીઓને પ્રોત્સાહિત કરવા માટે અનેક કાર્યો કાર્યો કરવામાં આવે છે. દિકરીઓની આંતરિક શક્તિ વિકસાવવા માટે મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ જેમાં કાર્યક્રમ એન્જલ સ્કૂલમાં યોજાયું હતું જેમાં ૧૯ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.જેમાંથી નિર્ણાયક દ્વારા ચાર દીકરીઓને વિજેતા જાહેર કરવામાં આવી હતી . કાર્યક્રમમાં ડૉ.રીટાબેન પટેલ , હિનલ અગ્રવાલ,અલ્પાબેન શાહ, કાંતાબેન પટેલ અને વર્ષાબેન પરમાર હાજર રહ્યા હતા.અને સાથે નિર્ણાયકની ભૂમિકા  વર્ષાબેન પરમાર અને સાધનાબેન  અગ્રવાલે નિભાવી હતી  સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય ઉપાસના બેન અને બીજા શિક્ષક મિત્રનો ખુબ સહયોગ મળ્યો હતો.

 

Download Our B K News Today App



Related News