મહેસાણા શહેરની હવામાં પ્રદૂષણ વધી રહ્યું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 15:24:49
  • Views : 431
  • Modified Date : 2019-11-27 15:24:49

મહેસાણા શહેરમાં ધૂળના બારીક રજકણો, ધુમાડાનું વધતું પ્રમાણ અને ઉપરની હવામાં સ્થિરતાને કારણે હવામાં ધૂળનું પ્રદૂષણ તેની બોર્ડરલાઇન પર પહોંચ્યું છે. ત્યારે હજુ દિલ્હી, અમદાવાદની જેમ જોખમીસ્તરે નથી પરંતુ  સ્વિકૃત માત્રાથી વધ્યું હોઇ લાલબત્તી સમાન માનવામાં આવે છે.આમ હવામાં તરતા રજકણોની માત્રા વર્ષ 2017માં 57ની હતી જે વર્ષ 2018માં બમણી થઇને 107 નોંધાઇ છે. ત્યારે ચાલુ વર્ષે શહેરમાં હવાની ગુણવત્તાનું પરીક્ષણ થયા પછી પરિણામ આવ્યું નથી. પરંતુ ગત વર્ષ કરતાં હવામાં ધૂળના રજકણોના પ્રદૂષણમાં વધારો આવવાની સંભાવના જણાઇ રહી છે. જેમાં વાહનોના ધુમાડાના કારણે સલ્ફર ડાયોક્સાઇડની માત્રામાં બે વર્ષમાં આંશિક વધારો થયો છે જે હવાની ગુણવત્તા કથળી રહ્યાનું સૂચવે છે. જેમાં શહેરમાં હવાની ગુણવત્તાનું મોનિટરિંગ વર્ષમાં માત્ર એક વખત અને એક જ સ્થળે પ્રદૂષણ નિયંત્રણ વિભાગની કચેરીથી કરાય છે. આમ ઘણા શહેરોમાં 200, 300 સુધી છે. ઇન્ડસ્ટ્રીઝ, કન્સ્ટ્રકશનથી જનરેટ થતાં ધૂળના રજકણો, રસ્તામાં પસાર થતા વાહનથી ઉડતી ઘૂળ હવામાં ભળતી હોય, બરોબર સફાઇ થઇ ન હોય, જે સુક્ષ્મ રજકણો હવામાં ઉડતા હોય છે. જેમાં ખાસ કરીને ટ્રાફિક જંકશને વધુ પ્રમાણ હોય. ગાઇડલાઇન પ્રમાણે પ્રાદેશિક કચેરીએથી દિવાળી અરસામાં પરીક્ષણ કરી હવાની ગુણવત્તા ચકાસણી થાય છે. જેમાં બાઇક પર ખુલ્લા મોઢે ફરવામાં ચહેરા ઉપર ડસ્ટ લાગતાં ચિકાશ થઇ જાય છે. ચહેરા ઉપર ડસ્ટથી કાળાશ ન આવે એટલે એક મહિનાથી બે રૂમાલ બાંધીને બાઇક ચલાવું છું.જેમાં બે-ત્રણ વર્ષથી ધૂળ, ધૂમાડાનું પ્રદૂષણ વધ્યું હોય તેમ લાગે છે. ધૂળ-ઘૂમાડાથી સ્કીન પર ડાઘા પડવા લાગ્યા, આંખો બળતી હતી એટલે રૂમાલ લગાવીને બહાર નીકળીએ છીએ. ડસ્ટથી શ્વાસમાં તકલીફ ન થાય એટલે મોંઢે રૂમાલ બાંધ્યો છે. 


Download Our B K News Today App



Related News